Surat News: સુરત (Surat) માં ઇકો સેલ પોલીસ (Eco sell police)ની મોટી કામગીરી. શહેરની ઇકો સેલ પોલીસે રૂપિયા 2 કરોડની છેતરપિંડી (Fraud) કરનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઓડિસા જેલમાંથી પકડી સુરત લાવ્યા. ઓડિશા જેલમાં રહી આરોપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતો હોવાનું સામે આવતા તેની ઓડિશા જેલમાંથી ટ્રાન્સફર કરાવી વોરંટ ફાળવી સુરત લવાયો.
શહેરમાં ઇકો સેલ પોલીસ રૂપિયાની છેતરપિંડી મામલામાં તપાસ કરી રહી છે. દરમ્યાન ઇકો સેલ પોલીસે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર એક શખ્સની ઓળખ કરી. આ શખ્સનું પગેરું ઓડિશા જેલમાં નીકળ્યું. આ શખ્સને સુરત લાવવા પોલીસે ઓડિશા જેલમાંથી ટ્રાન્સફર કરાવી. આરોપીની વધુ પૂછપરછ માટે પોલીસે કાર્યવાહી કરી. નામદાર કોર્ટમાં આરોપીને હાજર કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. આરોપીને રિમાન્ડ પર લેતા તેણે આ સિવાય વધુ કેટલા રૂપિયાની છેતરપિંડી કરી તેની વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ
આ પણ વાંચો: પાટડી શહેરમાં ૩૯મો જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રાની પૂરજોશમાં તૈયારી
આ પણ વાંચો: સુરતમાં 46 બાળકોને LC આપી દેવાતા વાલીઓમાં રોષ