બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અભિનેતા અલી ફઝલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અલી અને રિચા તેમના લગ્નને ખાસ બનાવવા માટે બધું જ સારી રીતે કરી રહ્યા છે. અગાઉ બંનેના લગ્નનું કાર્ડ ચર્ચામાં આવ્યું હતું અને હવે એવા અહેવાલો છે કે અલી અને રિચાના લગ્ન ‘ઇકો-ફ્રેન્ડલી’ હશે. જેથી લગ્ન દરમિયાન કોઈ પણ વસ્તુનો બગાડ ન થાય અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય. તો આવો જાણીએ અલી અને રિચાના લગ્ન માટે અન્ય કઈ કઈ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે…
ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન
અલી અને રિચાએ તેમના લગ્નને ‘ઇકો-ફ્રેન્ડલી’ બનાવવાનું નક્કી કર્યું જેથી તેઓ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી શકે. એટલા માટે બંનેએ એવી વેડિંગ પ્લાનર કંપની હાયર કરી છે જે ડેકોરેશન માટે કુદરતી વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. બંનેના લગ્નમાં પણ ભોજનની થાળીથી લઈને ગ્લાસ સુધી બધું જ ઈકો ફ્રેન્ડલી રહેશે.
ખોરાક નહીં થાય બગાડ
લગ્નમાં ભોજનનો બગાડ ન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આવી સ્થિતિમાં, રિચા અને અલીએ કેટલાક વિશેષજ્ઞોને હાયર કર્યા છે જેમને ખોરાકને બગાડથી બચાવવાનો અનુભવ છે. લગ્ન દરમિયાન કચરો ઓછો થાય અને રિસાયકલ કરી શકાય તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે અલી અને રિચા પર્યાવરણ અંગે વિવિધ મંચો પર તેમના વિચારો શેર કરતા હતા અને તેમના લગ્ન પર આવું પગલું ભરીને બંનેએ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
રિચા અને અલીના લગ્નનું કાર્ડ વાયરલ
રિચા અને અલીના લગ્નના કાર્ડની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બંનેના લગ્નનું કાર્ડ રિચા અને અલીના મિત્રોએ ડિઝાઇન કર્યું હતું. લગ્નના કાર્ડને મેચબોક્સના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેના પર રિચા અને અલી સાઇકલ ચલાવતા હોવાની તસવીર છે.
લગ્ન સમારોહ 5 દિવસનો
અલી અને રિચાના લગ્નનું ફંક્શન તેમના પ્રી વેડિંગથી શરૂ થશે. જેનું આયોજન 30 સપ્ટેમ્બરના રોજ જીમખાના, દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ 1લી ઓક્ટોબરે મહેંદી અને સંગીત થશે. 2 ઓક્ટોબરે રિચા અને અલી તેમના પરિવાર અને મિત્રો માટે લગ્નની પાર્ટી યોજશે. આ કપલ દક્ષિણ મુંબઈની એક પોશ હોટલમાં લગ્ન કરવાના છે. તેમના લગ્નની વિધિ 5 દિવસ સુધી ચાલશે. હવે લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે કે મુસ્લિમ, તે હજુ જાહેર થયું નથી.
અલી અને રિચાની લવ સ્ટોરી
રિચા ચઢ્ઢા અને અલી ફઝલની લવસ્ટોરીની વાત કરીએ તો બંને વર્ષ 2012માં ફિલ્મ ફુકરેના સેટ પર એકબીજાને મળ્યા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.