એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં બે બોલિવૂડ અભિનેત્રીઓને તપાસ માટે સમન્સ પાઠવ્યા છે. આ કેસમાં પોતાનું નિવેદન નોંધાવી ચુકી છે આજે નોરા ફતેહીને પૂછપરછ માટે ઇડી દ્વારા બોલાવવામાં આવી છે. આ સિવાય અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને 15 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ED ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જેકલિનની અગાઉ પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ED આ કેસમાં ઘણા વધુ નામોની પણ તપાસ કરી રહી છે.
શું છે સમગ્ર મામલો
સુકેશ ચંદ્રશેખર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સાથે છેતરપિંડી કરવાના કેસમાં આરોપી છે. વર્ષ 2017 માં, દિલ્હી પોલીસે AIADMK નેતા T T V દિનાકરનનું તેમના પક્ષને બે પાંદડાનું ચૂંટણી ચિહ્ન મેળવવા માટે લાંચ લેવાના આરોપમાં સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. ત્યારથી તે પોતાની જાતને મોટા સરકારી અધિકારી તરીકે ઓળખ ઉભી કરી હતી અને અદિતિ સિંહને તપાસનો નિકાલ લાવવાની વાત કરીને દિલ્હીની રોહિણી જેલમાંથી પૈસા પડાવતો હતો. સુકેશ ચંદ્રશેખરના પરિસરમાં દરોડા પાડ્યા બાદ ઓગસ્ટમાં ઇડીએ ચેન્નાઇમાં બીચની નજીક સ્થિત એક વૈભવી બંગલો, 82.5 લાખ રૂપિયા રોકડ, બે કિલો સોનું, 16 વૈભવી કાર અને અન્ય મોંઘી વસ્તુઓ જપ્ત કરી હતી.
જેક્લીન સાથેની વાતચીતમાં
સુકેશ અને જેક્લીન અવાર નવાર અવારનવાર વાતો કરતા હતા અને તે જેક્લીન માટે ભેટ મોકલતો હતો. ED ના અધિકારીઓએ સુકેશના કોલ રેકોર્ડ પરથી સુકેશ અને જેકલીન ઘણી વાતચીતની પુષ્ટિ કરી છે. આ કેસમાં ED એ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પૈસા ક્યાં રોકવામાં આવ્યા છે