Gandhinagar News/ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદની ધાર, 36 તાલુકા તરબોળ

હવામાન વિભાગની (IMD) આગાહી વચ્ચે આજે (ત્રીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાત (Gujarat)માં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 50 ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદની ધાર, 36 તાલુકા તરબોળ

Gandhinagar News: હવામાન વિભાગની (IMD) આગાહી વચ્ચે આજે (ત્રીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાત (Gujarat)માં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 3.62 ઈંચ, મોરવા હડફ, આહવા સુબિર, ઉચ્છલ, લુણાવાડા અને લીમખેડામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (બીજી સપ્ટેમ્બર) ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આજે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારેથી અતિભારે જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ચોથી સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

પાંચમી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદ, આ વિસ્તારોમાં રેડ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ….