Kheda News/ ગુજરાતમાં શિક્ષણ ધણીધોરી વગરનું, ખેડાની શિક્ષિકા વિદેશમાં

ગુજરાતની સરકારી સ્કૂલોમાં સરકારી શિક્ષકોને લીલાલહેર છે. ઘરઆંગણે પગાર ચાલુ રહે અને વિદેશમાં જલસા કરવાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Others Breaking News
Beginners guide to 17 7 ગુજરાતમાં શિક્ષણ ધણીધોરી વગરનું, ખેડાની શિક્ષિકા વિદેશમાં

Kheda News:  ગુજરાતની સરકારી સ્કૂલોમાં સરકારી શિક્ષકોને લીલાલહેર છે. ઘરઆંગણે પગાર ચાલુ રહે અને વિદેશમાં જલસા કરવાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે. બકીનાબેન પટેલ છેલ્લા દસ માસથી વિદેશમાં છે. તેઓ મેડિકલ રજાના બ્હાને વિદેશમાં ગયા છે.

તેઓ એનઓસી મેળવ્યા વગર વિદેશમાં ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેઓએ એનઓસી મેળવ્યું ન હોવા છતાં શિક્ષણ વિભાગે તેમને એકપણ નોટિસ આપી નથી. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે. તેઓ વિદેશમાં ગયા છે તેવા સંજોગોમાં મેડિકલ ઇ-મેઇલથી મંજૂર કરવામાં આવ્યું છે. આ રીતે મેડિકલ કઈ રીતે ઇ-મેઇલથી મંજૂર કરવામાં આવ્યું છે.

હવે તેઓ આ રીતે વિદેશ ગયા છે તે તેમની સામે શિક્ષણ વિભાગે હજી સુધી કોઈ કાર્યવાહી કેમ કરી નથી. આ શિક્ષિકા છેલ્લા દસ મહિનાથી વિના મંજૂરીએ વિદેશમાં છે. તેઓ અગાઉ ત્રણ માસ માટે વિદેશમાં ગયા હતા. વિદેશમાંથી પાછા આવીને મેડિકલના બ્હાને રજા પર છે. હવે શિક્ષિકાને વિદેશથી ઇ-મેઇલ મારફતે રિપોર્ટ શિક્ષણ વિભાગે કઈ રીતે મંજૂર કર્યા તે સવાલ છે. હવે સરકારી નિયમોનો સરેઆમ કરતા આ શિક્ષિકાને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે તે જરૂરી છે.

આ બતાવે છે કે ગુજરાતમાં શિક્ષણનું જાણે કોઈ રણીધણી જ નથી. ગુજરાતનું શિક્ષણ હવાઈ સફર કરનારા શિક્ષકોના હવાલે છે. સરકારી શાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓના ભણતરની કોઈને પડી નથી. આ રીતે શિક્ષિકા દસ મહિના વિદેશમાં રહે તો બાળકના ભવિષ્યનું શું. હવે જો તેને બાળકના ભવિષ્યની ચિંતા ન હોય તો સરકાર આવા શિક્ષકોની ભરતી શું કામ કરતી હશે જેને બાળકોના ભવિષ્યની ચિંતા ના હોય. સરકાર શિક્ષકની નિમણૂક કર્યા પછીની જવાબદારીમાંથી ના છટકી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો