અભિનેતા એજાઝ ખાનની જામીન અરજીને મુંબઈની કોર્ટે ફગાવી દીધી છે. ડ્રગ્સ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.જાઝ છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં છે. તેના ઘરમાંથી નશીલા પદાર્થો નિયંત્રણ બ્યુરો (એનસીબી) દ્વારા ડ્રગ્સ મળી આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :રવિના ટંડન અને ગોવિંદાની સુપરહિટ જોડી ફરી ઓનસ્ક્રીન મચાવશે ધૂમ
ડ્રગ્સ કેસમાં નામ આવ્યું હતું સામે
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ તસ્કર શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન એજાઝનું નામ સામે આવ્યું હતું. પહેલા બટાટાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ એજન્સીએ એજાઝની પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું.
Actor Ajaz Khan’s bail application rejected by Mumbai’s Esplanade Court. He was arrested in connection with a drugs case.
— ANI (@ANI) July 6, 2021
30 માર્ચે એનસીબીએ મુંબઈમાં એજાઝના ઘરે દરોડો પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, એનસીબીને એવી દવાઓ મળી હતી કે જે ભારતમાં પ્રતિબંધિત છે અભિનેતાના ઘરેથી. આ પછી એજાઝને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 31 માર્ચે એનસીબીએ એજાઝ ખાનની ધરપકડ કરી.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસને શરમ આવવી જોઈએ : પાયલ રોહતગી
આપને જણાવી દઈએ કે એજાઝ ખાનને ત્યારે ધરપકડ કરી હતી જયારે તે રાજસ્થાનથી મુંબઇ પરત ફરી રહ્યો હતો. એનસીબીએ તેને મુંબઈ એરપોર્ટથી જ કસ્ટડીમાં લીધો હતો. એનસીબીએ કહ્યું હતું કે તેમની ટીમને એજાઝ ખાનના ઘરેથી અલ્પ્રઝોલમ ગોળીઓ મળી છે, જેના પર ભારતમાં પ્રતિબંધ છે. એનસીબીના જણાવ્યા મુજબ, એજાઝ ખાન ડ્રગના વેપારી શાદાબ ફારૂક શેખ ઉર્ફે શાદાબ બટાટાના સિન્ડિકેટના ભાગ છે. શેખને એજાઝની ધરપકડના એક અઠવાડિયા અગાઉ એનસીબીએ ધરપકડ કરી હતી. તેની પાસેથી એનસીબી દ્વારા પ્રતિબંધિત મેફેડ્રોન દવાનો 2 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો :સદીનાં મહાનાયકનાં ઘરની તૂટશે દિવાલ, શું કરશે બોલિવૂડનાં સરકાર?