ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મુખ્યમંત્રી રૂપાણીના શહેર રાજકોટમાં ગઇકાલે ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેઓ એ કાર્યક્રમમાં સરપંચો અને પેજ પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાટીલે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.રાજકોટમાં સરપંચ સંવાદ અને મોરબી રોડ પર પેજપ્રમુખ સાથેના સંવાદ કાર્યક્રમમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તે આમ જનતા સુધી પહોંચવી જોઈએ.
Corona Vaccine / ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો…
પાટીલે કાર્યકર્તાઓને સંબોધીને જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધમકાવે કે અપમાન કરે તો સીધી જ મને ફરિયાદ કરી શકો છો.ફાટેલી આ વાતથી કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને થોડીવાર માટે તમામના ચહેરા પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પાટીદાર કાર્યકર્તાઓને આગામી ચૂંટણી અન્વયે ડોર ટુ ડોર પહોંચવા માટે અપીલ કરી હતી.
USA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ…
સરપંચ સમાજ કાર્યક્રમમાં ઉપપ્રમુખ બનાવવાની રીત કામગીરી કરનાર કેટલા કાર્યકર્તાઓનો પ્રદેશ પ્રમુખ શહેર પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાયડી ગામના મનીષા બેનને સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ પાટીલે પોતાના પ્રવચનમાં એક વખત ઉલ્લેખ કર્યો હતો કે સારા કાર્યકર્તાઓનું ધ્યાન રાખજો અને જરૂરિયાત પક્ષને હંમેશા રહે છે.
Astro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…