દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે. એવામાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને જેમાં સૌથી વધારે ધ્યાન હાલ પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણી ખેચી રહી છે. જેમાં આ વખતે TMCને તોડીને BJP પોતાનો ભગવો લહેરાવાની તૈયારીમાં છે. અને હવે એમાં બોલીવુડ અને ટેલીવુડના સિતારાઓ પણ ચૂંટણી લડવાના મુડમાં છે.
- નેતાઓ ચૂંટણી જીતવા મેળવશે અભિનેતાઓનો સપોર્ટ
- 2011ની ચૂંટણીમાં મમતાને મળ્યો હતો સેલિબ્રિટીઝનો સપોર્ટ
- હવે BJP પણ ચાલી રહી છે, મમતાના માર્ગે
- BJPમાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ સિતારાઓ
- 10થી વધુ સેલિબ્રિટીઝ ભાજપા જોઈન કરી ચૂક્યા છે
મમતા બેનર્જીએ જ્યારે 2011માં 34 વર્ષથી સત્તામાં રહેલ CPMનો સફાયો કર્યો હતો ત્યારે તેમને બંગાળના સેલિબ્રિટીઝનો ઘણો સપોર્ટ મળ્યો હતો. તેમાં ટોલિવૂડ બંગાળની ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટિઝ મોટી સંખ્યામાં સામેલ હતા. હવે મમતાના જ માર્ગે ચાલીને BJP પણ સેલિબ્રિટીઝને પોતાની સાથે લાવી રહી છે. હાલમાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવત મુંબઈમાં મિથુન ચક્રવર્તીને મળ્યા હોય કે બંગાળ ભાજપાના થિન્ક ટેંક ડો. શ્યામાપ્રસાદ મુખરજી રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડો. અનિર્બાન ગાંગુલી બંગાળના ચર્ચિત અભિનેતા પ્રસેનજિત ચેટર્જીને મળ્યા હોય. આ તમામ વાતોને આગામી વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે. BJP બંગાળમાં અસર ધરાવતા મોટા સેલિબ્રિટીઝને પોતાની સાથે રાખવાની ભરપૂર કોશિશ કરી રહી છે.
BJPનો માસ્ટર પ્લાન બંગાળના ખ્યાતનામ સેલિબ્રિટીઝને BJPમાં સામેલ કરવાની ભરપૂર પ્રયાસ હાથ ધરવા. હાલમાં બંગાળી સિનેમા સૌથી ખરાબ સમયમાં થી ગુજરી રહ્યો છે. હાલ બંગાળમાં માત્ર 30થી 40 ફિલ્મો બની રહી છે. જે ફિલ્મો બની રહી છે, તેમાંથી પણ દર્શક આવતા નથી. ઈન્ડસ્ટ્રીના લોકોની પાસે કામ-ધંધો નથી. સેલિબ્રિટિઝ BJPમાં એટલા માટે સામેલ થઈ રહ્યા છે કે તેમને પાર્ટી દ્વારા મુંબઈની એક્સેસ મળી શકે. બંગાળમાં સિનેમાનો વાર્ષિક બિઝનેસ સો કરોડ પણ રહ્યો નથી.
બંગાળમાં વિધાનસભાની 294 સીટો છે
ભાજપા પાસે 294 જીતી શકે એવા ચહેરા નથી,
દરેક નાની-મોટી સેલિબ્રિટીઝને પાર્ટીમાં લાવવાની કોશિશ
આ વખતે BJPમાં અત્યાર સુધીમાં ક્રિકેટર અશોક ડિંડા, યશ દાસગુપ્તા, હિરણ ચેટર્જી, પાપિયા અધિકારી, સૌમિલી ઘોષ બિસ્વાસ, પાયલ સરકાર, રાજ મુખર્જી, મલ્લિકા બેનરજી, અશોક ભદ્ર, મીનાક્ષી ઘોષ, અંજના બાસુ, રૂદ્રનીલ ઘોષ, પરનો મિત્રા, ઋષિ કૌશિક, કંચના મોઈત્રા, રૂપંજના મિત્રા ભાજપામાં સામેલ થઈ ચૂક્યા છે. જ્યારે, રૂપા ગાંગુલી, બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટરજી અગાઉથી જ ભાજપામાં સામેલ થઈને ચૂંટણી જીતી ચૂક્યા છે.
આમ ભાજપ અને TMC બંને ચૂંટણી જીતવા માટે એડીચોટીનો જોર લગાવી રહી છે. તો આ વખતે ભાજપનો ભગવો પશ્ચિમ બંગાળમાં લહેરાય તેવું લાગી રહ્યું છે. પરંતું ક્યાકને ક્યાક TMC પણ ભાજપ સામે અડીખમ છે.