Not Set/ PM મોદી અને શાહનું જ સાંભળે છે ચૂંટણીપંચઃ નુસરત જહાં

કોરોનાવાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ કપરા સમય વચ્ચે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં સાતમા તબક્કાની રાજ્યની 34 બેઠકો માટે સોમવારે એટલે કે આજે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે.

Top Stories India
123 121 PM મોદી અને શાહનું જ સાંભળે છે ચૂંટણીપંચઃ નુસરત જહાં

કોરોનાવાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ કપરા સમય વચ્ચે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં સાતમા તબક્કાની રાજ્યની 34 બેઠકો માટે સોમવારે એટલે કે આજે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. કોલકાતાનાં મતદાન મથક પર ટીએમસીનાં સાંસદ નુસરત જહાં રૂહીએ મત આપ્યો હતો. મતદાન માટે પહોંચેલા ટીએમસીનાં સાંસદ નુસરત જહાં રૂહીએ ચૂંટણી પંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની વધારે સાંભળવાની અને તેમનું પાલન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કપરા સમયે મદદ / કોરોના વિરુદ્ધ લડાઇમાં હવે Google કરશે દેશને 135 કરોડ રૂપિયાની મદદ, સુંદર પિચાઇએ ટ્વીટ કરી આપી જાણકારી

ટીએમસીનાં સાંસદ નુસરત જહાં રૂહીએ કહ્યું કે, “જ્યાં પણ મેં ચૂંટણીની ઝુંબેશ ચલાવી, ત્યાં દરેક જગ્યાએ એક જ ચહેરો અમારા મુખ્યમંત્રીને સમર્થનનો જોયો. આ ચૂંટણી પંચ સૂઈ રહ્યો હતો. જ્યારે વડા પ્રધાને નિર્ણય કર્યો હતો કે, તેઓ કોઈ જાહેર રેલી નહીં કરે, ત્યારે ચૂંટણી પંચે તમામ જાહેર સભાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તે પીએમ અને એચએમ(હોમ મિનિસ્ટર) નું વધુ સાંભળે છે.” ટીએમસી સાંસદનું આ નિવેદન રાજ્યમાં એક દિવસમાં કોવિડ-19 નાં સૌથી વધુ 15,889 કેસો રવિવારે આવ્યુ હતુ, જ્યારે 57 વધુ લોકોનાં મોત થયાનાં એક દિવસ બાદ આવ્યુ છે. કોવિડ-19 ની બીજી લહેર વચ્ચે, આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં સાતમા તબક્કા હેઠળ સવારે 7 વાગ્યાથી રાજ્યની 34 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મોટાભાગનાં મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. લોકો કોરોનાથી બચવાનાં પગલાંનું પાલન કરતા, તેમના મતદાન મથકો પર તેમનો મત આપવાનો સમય આવે તેની રાહ જોતા જોવા મળ્યા હતા. આ તબક્કામાં 86 લાખથી વધુ મતદારો મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ગૃહ મત વિસ્તાર ભવાનીપુર સહિત 34  બેઠકો પર 244 ઉમેદવારોનાં ભાવિનો નિર્ણય કરશે.

ઝારખંડ / કોરોનાકાળમાં નક્સલવાદીઓ થયા સક્રિય, બોમ્બથી ઉડાવી દીધો રેલ્વે ટ્રેક

આપને જણાવી દઈએ કે, સાતમાં તબક્કામાં મુર્શિદાબાદ અને પશ્ચિમ વર્ધમાન જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર 12,068 મતદાન મથકો પર અને દક્ષિણ દીનાજપુર અને માલદા જિલ્લામાં છ-છ બેઠકો અને કોલકાતાની ચાર બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં ભવાનીપુર મત વિસ્તારનો સમાવેશ થાય છે જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનર્જી વર્તમાન ધારાસભ્ય છે અને તે આ વિસ્તારનાં રહેવાસી છે. બેનર્જીએ આ વખતે નંદિગ્રામથી ચૂંટણી લડી હતી અને તેમના પક્ષનાં વરિષ્ઠ નેતા અને રાજ્યનાં શક્તિ પ્રધાન સોભનદેબ ચટ્ટોપાધ્યાયને તેમના ગૃહ મત વિસ્તારમાંથી ઉમેદવારી આપી છે.

Untitled 43 PM મોદી અને શાહનું જ સાંભળે છે ચૂંટણીપંચઃ નુસરત જહાં