Election/ પાંચ રાજ્યોમાં રોડ શો, સરઘસ અને રેલી પર પ્રતિબંધ યથાવત : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે શનિવારે સમીક્ષા બેઠક બાદ આ પ્રતિબંધ એક સપ્તાહ માટે લંબાવ્યો છે. છેલ્લી બેઠકમાં આ પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી લાગુ હતો.

Top Stories India
ચૂંટણી પંચે શનિવારે સમીક્ષા બેઠક બાદ આ પ્રતિબંધ એક સપ્તાહ માટે લંબાવ્યો

દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે. યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુરમાં હાલમાં રેલીઓ, રોડ શો પર પ્રતિબંધ ચાલુ રહેશે. ચૂંટણી પંચે શનિવારે સમીક્ષા બેઠક બાદ આ પ્રતિબંધ એક સપ્તાહ માટે લંબાવ્યો છે. છેલ્લી બેઠકમાં આ પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી લાગુ હતો.

કેન્દ્રીય આરોગ્ય સચિવ સહિત રાજ્યના અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. 8 જાન્યુઆરીએ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી રેલીઓ અને જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદમાં 22 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે તેને ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે.