ચૂંટણી કમિશનર સુશીલચંદ્રા દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સરકારે ચૂંટણી પંચના સૌથી મોટા પદ માટે તેમના નામની મંજૂરી આપી હતી. તેમનો હુકમ આવવાનો બાકી રહ્યો છે, જે કોઈપણ સમયે જાહેર થઈ શકે તેમ છે.15 મે 1957 ના રોજ જન્મેલા સુશીલચંદ્રા 1980 બેચના આઈઆરએસ અધિકારી છે. તેણે આઈઆઈટી રૂરકીથી બીટેક અને દહેરાદૂનથી એલએલબી કર્યું હતું. મુખ્ય ચુંટણી કમિશનર સુનિલ અરોરા નિવૃત્ત થયાના એક દિવસ પછી, ચંદ્રા 13 એપ્રિલના રોજ તેમનું પદ સંભાળશે. તેઓ 14 મે, 2022 સુધી આ પદ સંભાળશે. ચંદ્રને 14 ફેબ્રુઆરી 2019 ના રોજ લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
કોરોના કહેર / દેશમાં કોરોનાની સુનામી : 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.69 લાખ નવા કેસ, એક્ટિવ કેસ 12 લાખ નજીક
UP અને પંજાબની મહત્વપૂર્ણ ચૂંટણી
ચંદ્રના કાર્યકાળ દરમિયાન, ચૂંટણી પંચ ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજશે. આવતા વર્ષે માર્ચથી મે દરમિયાન આ રાજ્યોમાં વિધાનસભાની મુદત પૂરી થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 14 મેના રોજ સમાપ્ત થવાનો છે.
કોરોનાનું તાંડવ / મહારાષ્ટ્ર લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન, CM ઉદ્ધવની બેઠકમાં સંમતિ
CBDTના અધ્યક્ષ રહી ચૂક્યા છે
મતદાન પેનલમાં જોડાતા પહેલા સુશીલ ચંદ્રા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) ના અધ્યક્ષ હતા. ટી.એસ.કૃષ્ણમૂર્તિ પછી ચૂંટણી કમિશનર તરીકે નિમાયા તે પછી તેઓ બીજા આઈઆરએસ અધિકારી હતા. કૃષ્ણમૂર્તિની 2004 માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…