અમદાવાદ/ શહેરમાં 300 સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે

કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા ખાસ પોલિસી બનાવી. જે અંતર્ગત અમદાવાદમાં નવા બનનારા રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બનાવાશે

Ahmedabad Gujarat
Untitled 265 શહેરમાં 300 સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે

રાજય માં  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  સતત વધારો થતો જોવા  મળી  રહ્યો છે ત્યારે લોકો  ઈલેક્ટ્રિક વાહન  તરફ અગાળ વધતા જોવા મળી રહ્યા  છે. જે અંતર્ગત  અમદાવાદમાં  પાલિકા દ્વારા આગામી 90 દિવસમાં શહેરમાં 300 સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે. અમદાવાદ મહાનગરપાલિકાને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર તરફથી ખાસ અનુદાન પણ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન માટે 1 રૂપિયા ચોરસ મીટરના ટોકન ભાડે જગ્યા આપશે.

જેમાં ચાર્જિંગ સ્ટેશનની જગ્યા પર પ્રોપર્ટી ટેક્સ નહીં લાગે. આ ઉપરાંત સ્થળને ટાઉન પ્લાનિંગ અન્ય વિકાસ ચાર્જમાંથી મુક્તિ મળશે.તેમજ વીજ કનેકશન મેળવવા પણ મ્યુનિ. કોર્પોરેશન તત્કાલ એનઓસી આપશે.

આ પણ વાંચો:મધમાખી કરડવા પર અપનાવો આ ઘરેલું નુસખાઓ, દુખાવા અને સોજામાંથી મળશે રાહત

જો કે ચાર્જિંગ સ્ટેશન માટે ફાયર NOC સહિત અન્ય તમામ સલામતીની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. અમદાવાદમાં 300 સ્થળે PPP ધોરણે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ વિકસાવાશે. સાર્વજનિક ચાર્જિંગ ઇન્ફ્રાને પ્રોત્સાહન માટે ખાસ મેનેજમેન્ટ સેલ કાર્યરત કરાશે. એક સિંગલ વિંડોથી સેલમાં આવતી તમામ અરજીનો નિકાલ કરશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ કમિટીએ ઇલેક્ટ્રિક વાહનોને 3 વર્ષ માટે રોડ ટેક્સમાંથી મુક્તિ જાહેર કરી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા ખાસ પોલિસી બનાવી. જે અંતર્ગત અમદાવાદમાં નવા બનનારા રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બનાવાશે. આ માટેના જીડીસીઆરમાં સુધારો કરાશે.  આ નવી બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને અનુકૂળ હોય તેવી પાર્કિંગ વ્યવસ્થા હશે. એટલે કે પાર્કિંગમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની નવી નીતિ આવી શકે છે.

આ પણ વાંચો :મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને તેના બોયફ્રેન્ડનું કાર અકસ્માતમાં મોત