વડોદરાઃ વડોદરામાં સ્માર્ટ મીટરનો (Smart Meter) વધુ એક છબરડો બહાર આવ્યો છે. વડોદરામાં જેતલપુર ખાતે રહેતા એક કુટુંબના ઘરમાં બે પંખા અને બે ટ્યુબલાઇટ હોવા છતાં 13.45 લાખ રૂપિયાનું બિલ આવતા સ્માર્ટ મીટરનો મોટો છબરડો બહાર આવ્યો છે.
વડોદરામાં ઇબ્રાહિમ પઠાણ નામના ડ્રાઇવરના ઘરમાં બે પંખા અને બે લાઇટ જ છે. હવે તેમનું લાઇટ બિલ 13.45 લાખ રૂપિયા જ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આટલા ઓછા ઉપકરણો છતાં આટલું જંગી વીજ બિલ આવતા ગ્રાહકોને રજૂઆત કરી હતી. એમજીવીસીએલે બધાના આશ્ચર્ય વચ્ચે તેની ભૂલ સ્વીકારીને વીજ બિલ 248 રૂપિયા કરીને આપ્યું હતું.
આ પહેલાં જ આવી એક ઘટના સામે આવી હતી. તેમા સુભાનપુરાના ગ્રાહકને પમ નવ લાખથી વધુ રકમનું બિલ ફટકારવામાં આવ્યું હતું. આ બિલમાં પણ વપરાશ કરતાં વધારે બિલ આવ્યું હતું. આ બિલ અંગે એમજીવીસીએલે ટેકસ્ટ એરર બતાવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્માર્ટ મીટરનો મોટાપાયા પર વિરોધ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના લોકોએ જણાવ્યું છે કે સ્માર્ટ મીટરમાં વીજ બિલ સરેરાશ કરતાં ખૂબ જ વધારે આવે છે. તેથી રાજ્યમાં મોટાપાયા પર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે.
ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવાનું શરૂ થયું છે પરંતુ શરૂઆતથી જ આ મિશનનને લઇને વિરોધ થઇ રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે આ બિલમાં મીટર વપરાશથી પણ વધુ આવે છે,સ્માર્ટ વીજ મીટર લગાવાવને લઇને શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે.
લોકોની ફરિયાદ છે કે, સ્થાનિકોની ફરિયાદ છે કે, આ આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. જો કે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે.
આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ
આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું