હરિયાણાના જીંદ જિલ્લામાં રવિવારે સેનાના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું.નરવાના શહેરના જાજનવાલા ગામમાં જ્યારે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ત્યારે સેનાના ચાર જવાનો સવાર હતા. તમામ જવાન સુરક્ષિત છે,આ ઇમરજન્સી લેન્ડિગ હેલિકોપ્ટરની થતાં ગ્રામજનો તેને જોવા ભારી માત્રામાં ઉમટી પડયા હતા,હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજનસી લેન્ડિંગ કરાવવામાં આવી હતી,હાલ કોઇ ટેકનિકલ કારણ જાણવામાં મળ્યુ નથી.
હેલિકોપ્ટરમાં સેનાના ચાર જવાન સવાર હતા. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ અંગે સેનાની ટેકનિકલ વિંગને જાણ કરવામાં આવી હતી. પરંતુ હેલિકોપ્ટરમાં સવાર સેનાના જવાનોએ હેલિકોપ્ટરમાં શું થયું છે તેની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં સેનાના જવાનો તેમના સ્તરે ખામીને સુધારવામાં લાગેલા છે.