ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીનો નિર્ણાયક મુકાબલો કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારત બીજા દાવમાં 198 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે દક્ષિણ આફ્રિકા સામે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.
ભારત તરફથી રિષભ પંત 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજી તરફ ભારત પાસે 212 રનની લીડ હતી. 212 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસે 2 વિકેટે 101 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે હજુ 111 રનની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 210 રન બનાવ્યા હતા જ્યારે ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 223 રન બનાવ્યા હતા. જ્યારે ગઇકાલે એટલે કે મેચનો બીજો દિવસ જસપ્રીત બુમરાહના નામે રહ્યો. જયારે આજે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. સાઉથ આફ્રિકાની મોટી વિકેટ રમત પૂરી થાય તે પહેલા જ પડી ગઈ હતી. બુમરાહે કેપ્ટન ડીન એલ્ગરની વિકેટ લીધી હતી. એલ્ગર અને પીટરસન વચ્ચે સારી ભાગીદારી હતી. જોકે આફ્રિકાને જીતવા માટે 111 રનની જરૂર છે.