કૌભાંડ/ ઊર્જાકૌંભાડ: સુરતથી ડમી પરીક્ષાના તાર અરવલ્લી સુધી પહોચ્યા, હજુ 50 લોકો સામેલ હોવાની આશંકા

ઊર્જાકૌંભાડમાં તાજેતરમાં અરવલ્લીમાંથી ત્રણ શખ્સની ધરપડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓમાં એક નિવૃત્ત અધિકારી, એક શિક્ષક સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધરપકડ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ખરેખર સુરત પોલીસે અડધી રાત્રે જઈ આ ત્રણની ધરપકડ કરી હતી.

Gujarat Surat Others
ઊર્જાકૌંભાડ

થોડા સમય પહેલા યોજાયેલી વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી, જેમાં ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડમાં સુરત  ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. થોડા સમય અગાઉ પણ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાનો છેડો હવે અરવલ્લી સુધી પહોચ્યો છે.

આ ઊર્જાકૌંભાડમાં તાજેતરમાં અરવલ્લીમાંથી ત્રણ શખ્સની ધરપડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓમાં એક નિવૃત્ત અધિકારી, એક શિક્ષક સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધરપકડ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ખરેખર સુરત પોલીસે અડધી રાત્રે જઈ આ ત્રણની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર આ નિવૃત્ત અધિકારીનું નામ ઈશ્વર પ્રજાપતિની હોવાનું સામે આવ્યું છે. જેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય શિક્ષક અરવિંદ પટેલ અને તેના પુત્ર જતિનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત એલઆરડી ભરતીમાં પણ નામ સામે આવ્યા હતા. અને હજુ આ સિલસિલો અહિયાં જ ખતમ નથી થયો, આમાં હજુ બીજા ઘણા લોકો જોડાયેલા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં હજુ 50થી વધુ નામો ખુલશે તેવી શક્યતા રહેલી છે.

ગુજરાત રાજ્યની અલગ અલગ વીજ કંપનીઓમાં 2156 વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટે 9 ડિસેમ્બર 2020થી 6 જાન્યુઆરી 2021 દરમિયાન અલગ અલગ તારીખે અલગ-અલગ શહેરમાં અલગ-અલગ પરીક્ષા કેન્દ્રોમાં તેમજ કોમ્પ્યુટર લેબમાં આ પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા પરીક્ષા કેન્દ્રના માલિકો સાથે મેળપાણી કરી આર્થિક લાભ મેળવવા માટે પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા પાસ કરાવી વીજ કંપનીમાં તેમને નોકરી અપાવવાના કૌભાંડનો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અગાઉ આ મામલે ઇન્દ્રવદન પરમાર અને મોહમ્મદ ઓવેશ નામના વડોદરાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને કસ્ટડી મેળવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી

 

આ પણ વાંચોઃ મણિપુર હિંસા/ મણિપુરમાં સેના અને આસામ રાઈફલ્સનું પેટ્રોલિંગ વધાર્યું, બદમાશો વિરુદ્ધ ગુપ્તચર ઓપરેશન ચાલુ

આ પણ વાંચોઃ Natoplus/ અમેરિકી સમિતિની બાઈડન સરકાર પાસે માંગ, ભારતને નાટો પ્લસનો ભાગ બનાવવાની ભલામણ

આ પણ વાંચોઃ નીતિ આયોગની બેઠક/ આજથી પીએમ મોદીની આગેવાની હેઠળ નીતિ આયોગની બેઠકઃ ચાર રાજ્યોના સીએમ ભાગ નહીં લે