રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા એ એન્ફોટેરિસીન-બી જે મ્યુકોરમાયકોસીસને મટાડે છે, તેની જરૂરિયાત અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી. સરકારે ઉત્પાદકો સાથે સ્થાનિક ઉત્પાદન વધારવા તેમજ વિશ્વભરમાંથી દવાની આયાત કરવાની વ્યૂહરચના ઘડી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેઓએ નિરીક્ષણ કર્યું હતું કે એન્ફોટેરિસીન -બી નો પુરવઠો ઘણો આપવામાં આવ્યો છે પરંતુ હાલમાં અચાનક માંગમાં વધારો થયો છે. તેઓએ ખાતરી આપી છે કે સરકાર જરૂરિયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ થાય તે માટે તમામ શક્ય અને જરુરી પ્રયાસો કરવા માટે પ્રતિબદ્ધ છે.
માંડવીયા એ વધુમાં જણાવ્યું હતું કે સરકારે એન્ફોટેરિસીન -બીના કાર્યક્રમ વિતરણ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટેની રૂપરેખા પણ તૈયાર કરી છે.
આ એન્ફોટેરિસીન -બી ની અછતનો પ્રશ્ન વહેલી તરીકે નિરાકરણ આવે તેવી અપેક્ષા છે. માંડવીયા એ રાજ્યોને વિનંતી કરી છે કે સૂચિત દિશાનિર્દેશોનું પાલન કરીને આ દવાનો ન્યાયપૂર્વક ઉપયોગ કરવો.