Not Set/ ENG vs IND live: કરૂણ નાયરના 303 રન, ભારતે એક ઇનિંગ્સમાં 759 રન કરીને ઇતિહાસ રચ્યો

ચેન્નઇઃ ભારતે કરૂણ નાયરના 303 રન અને લોકેશ રાહુલના 199 રનના મદદથી ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચને રોમાંચક બનાવી દીધી છે. ભારતે ચેન્નઇમાં એક ઇનિંગ્સમાં પહેલી વાર 759 રન બનાવીને ઇતિહાસ રચી દીધો છે. પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે 7 વિકેટે  759 રનનો સ્ક્રોર ખડકીને દાવ ડિક્લેર કરી દીધો હતો. ભારતને  282 રનની લીડ […]

Uncategorized

ચેન્નઇઃ ભારતે કરૂણ નાયરના 303 રન અને લોકેશ રાહુલના 199 રનના મદદથી ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચને રોમાંચક બનાવી દીધી છે. ભારતે ચેન્નઇમાં એક ઇનિંગ્સમાં પહેલી વાર 759 રન બનાવીને ઇતિહાસ રચી દીધો છે.

પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે 7 વિકેટે  759 રનનો સ્ક્રોર ખડકીને દાવ ડિક્લેર કરી દીધો હતો. ભારતને  282 રનની લીડ મળી હતી ભારતના ટોપ ઓર્ડરે લોકેશ રાહુલે 199 અને પાર્થિવ પટેલે 71 રન કરીને ભારતને સારી શરૂઆત આપી હતી. ત્યારે મીડલ ઓર્ડર એ રન બનાવવાની ગતી ને જાળવી રાખી હતી.

ચેતેશ્વર પૂજાર 16 રન, કોહલી 15 અને મુરલી વિજય 26 રનને બાદ કરતા તમામ ખેલાડીઓ 50 રનન કરતા વધુ રન ફટકાર્યા હતા.

આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 477 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે ભારતને 282 રનની લીડ મળી છે.ભારતે આ સીરિઝમાં કુલ 5 વખત 400 કે તેથી વધુનો સ્કોર કર્યો છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ વર્ષ1955-56માં રમાયેલ ભારત અને ન્યૂઝીલેન્ડની સીરિઝમાં પાંચ વખત 400 કે તેથી વધુનો સ્કોર કર્યો હતો.