પરીક્ષા આપ્યા બાદ પરીક્ષામાં નાપાશ થતાં હતાશ થઈને વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે. જોકે, વડોદરામાં બનેલી આત્મહત્યાની ઘટનામાં વિદ્યાર્થીએ પરીક્ષા પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. અહીં શહેરનાં જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજના બીજા વર્ષમાં ભણતા 19 વર્ષના આયુષે 9માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. બપોરે 2 કલાકે તેની ઓનલાઇન પરીક્ષા હતી અને 10 વાગે અચાનક આ અંતિમ પગલું ભર્યું હતું. હાલ આ પગલા પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહને સયાજી હૉસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે એસ્પરગિલોસિસ ઇન્ફેક્શનનો ખતરો, ગુજરાતમાં પણ સામે આવ્યા કેસ
આ મામલે માહિતી અનુસાર, આ બનાવ બુધવારનો છે. રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રિજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. આ પરિવાર ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ભદ્રલોક ફ્લેટના 9 મા માળે રહે છે. તેમનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં કોરોનાના કારણે તે વડોદરામાં ઘરે આવ્યો હતો. તેનો ઓનલાઇન અભ્યાસ ચાલુ હતો. બુધવારે બપોરે 2 વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. પરંતુ તે પહેલા સવારે 10 વાગ્યે તેણે 9 મા માળની ગેલેરીમાંથી નીચે કૂદકો માર્યો હતો. આટલે ઊંચેથી પટકાતા જ આયુષનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : સુરતમાં કાયદાનાં રક્ષકોએ જ પોતે કાયદાની ધજીયા ઉડાવી
ઓ.પી રોડ પર આવેલા ભદ્રલોક ફ્લેટના સી ટાવરના 9માં માળેથી કૂદતા આયુષના પડતા ધડાકા સાથે અવાજ આવ્યો હતો. જેના કારણે ફ્લેટનાં લોકો બહાર આવ્યા હતા. જે બાદ સિક્યુરિટી ગાર્ડ ત્યાં દોડી ગયા હતા. બનાવથી અજાણ પરિવારને 9માં માળે પહોંચી જ્યારે સિક્યુરિટી ગાર્ડે ઘટના અંગે જણાવ્યું હતું. આ સાંભળતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પિતા રાજેશ કુમાર પણ ઓફિસમાંથી ઘરે દોડી આવ્યા હતાં. પુત્રના મૃતદેહ પાસે પરિવારનાં આક્રંદથી પથ્થર દિલ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો :તાપીના સોનગઢમાં સરકારી હોસ્પિટલ નિર્માણ કરવાની માંગ
માતા વલોપાત કરતાં કહી રહી હતી કે, ગઈકાલે જ આયુષે કહ્યું હતું કે તે, 23 વર્ષની ઉંમરે એન્જિનિયરીંગ પૂરું કરશે. પછી IIM કરવાનો છે. ત્યારબાદ UPSCની તૈયારી કરવાનું કહેતો હતો. હું UPSCની તૈયારી વખતે જોબ નહી કરું. ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે ક્યાં જોબ કરવાની જરૂર છે.