ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સિડનીમાં રમાયેલી ચોથી એશીઝ ટેસ્ટ મેચ (Aus vs Eng) રોમાંચક રીતે ડ્રો રહી છે. રમતની છેલ્લી કેટલીક ક્ષણોમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી પરંતુ તેઓ તે કરવામાં અસફળ સાબિત થયા અને આ રીતે મેચ ડ્રો માં સમાપ્ત થઈ. ઉસ્માન ખ્વાજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – Cricket / આ દેશનાં ક્રિકેટર્સ માટે હવે સન્યાસ લેવુ નહી રહે આસાન, SLC એ બનાવ્યા કડક નિયમ
ઈંગ્લેન્ડે તેના બેટ્સમેનોનાં સંઘર્ષની મદદથી ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાયેલી એશીઝ સીરીઝની ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 388 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડની ટીમે રવિવારે મેચનાં પાંચમાં અને અંતિમ દિવસે 9 વિકેટે 270 રન બનાવ્યા હતા અને મેચ ડ્રો કરી હતી. ચોથી ટેસ્ટ ડ્રો રહી હોવા છતાં યજમાન ઓસ્ટ્રેલિયા હજુ પણ પાંચ મેચની એશીઝ સીરીઝમાં 3-0થી આગળ છે. ઈંગ્લેન્ડ આ સીરીઝમાં અત્યાર સુધી એક પણ મેચમાં જીત મેળવી શક્યું નથી. બન્ને ટીમો વચ્ચે એશીઝ સીરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ 14 જાન્યુઆરીથી હોબાર્ટમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગ 8 વિકેટે 416 રને ડિકલેર કર્યો હતો અને જવાબમાં ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 294 રનમાં સમેટાઇ ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ 265 રન પર ડિકલેર કરી હતી અને ઈંગ્લેન્ડ સામે 388 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમે 9 વિકેટનાં નુકસાને 270 રન બનાવ્યા અને મેચ ડ્રો થઈ ગઈ.
આ પણ વાંચો – દુઃખદ અવસાન / મહેશ બાબુના ભાઈ રમેશ બાબુએ દુનિયાને કહ્યું અલવિદા, સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં છવાયો શોક
ઈંગ્લેન્ડે ગઈકાલનાં તેના સ્કોર 30/0 પર રમવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ તેને પહેલો ફટકો પણ લાગ્યો હતો. હસીબ હમીદ 46 રનનાં સ્કોર પર 9 રન બનાવીને આઉટ થયો હતો. જેના થોડા સમય બાદ ડેવિડ મલાન પણ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જેક ક્રાઉલે આ મેચમાં સારી ઇનિંગ રમી અને 77 રન બનાવ્યા. વળી, કેપ્ટન જો રૂટ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો અને માત્ર 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જો રૂટનાં આઉટ થયા બાદ બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટોએ સારી બેટિંગ કરી હતી. બેન સ્ટોક્સે 60 રન અને બેયરસ્ટોએ 41 રન બનાવ્યા હતા. જો કે આ બન્ને બેટ્સમેનોનાં આઉટ થયા બાદ એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા જીતશે, પરંતુ જેક લીચની 26 રનની ઇનિંગે ઓસ્ટ્રેલિયાને જીતથી દૂર રાખ્યું હતું. આ સાથે જ સ્ટુઅર્ટ બ્રોડે પણ 35 બોલમાં અણનમ 8 રન બનાવ્યા હતા.