પ્રથમવાર વિશ્વકપ વિજેતાની ટ્રોફીને જીતી ચુકેલી ઈંગ્લેન્ડની ટીમ ઘણી ખુશ જોવા મળી રહી છે. આ સફળતા મેળવવા માટે ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા 4 વર્ષથી સખત મહેનત કરી રહી હતી. ઈંગ્લેન્ડે વિશ્વકપ જીતી લીધા બાદ કેપ્ટન ઇયોન મોર્ગને જ્યારે ટીમનાં સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સને સુપર હ્યુમન તરીકેની ઓળખ આપી ત્યારે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. જ્યારે આ શબ્દથી બેન સ્ટોક્સની ઓળખ કરાવી ત્યારે મોર્ગનનાં શબ્દોમાં કોઇ બનાવટ ન હતી. આઇસીસી વિશ્વકપની ફાઇનલ મેચમાં તેનો જે દેખાવ રહ્યો હતો તેનાથી તમામ પ્રભાવિત હતા. સાથે સાથે વિશ્વકપની ફાઇનલ સુધીની સફરમાં પણ બેન સ્ટોક્સની નિર્ણાયક ભૂમિકા રહી હતી.
ફાઇનલમાં શાનદાર ઈંનિગ્સ રમીને હિરો બની ગયેલો બેન સ્ટોક્સ એક વર્ષ પહેલા સુધી વિલન, કલંક અને બગડેલા બાળકની જેમ હતો. પરંતુ મેદાનમાં તેના દેખાવથી સાબિત થઇ ગયુ છે કે તે રાષ્ટ્રીય હિરો બની જશે. ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૭નાં દિવસે બેન સ્ટોક્સની ધરપકડનાં અહેવાલ આવ્યા હતા. ત્યારબાદ કહેવામાં આવ્યુ હતુ કે તે બે માસૂમ બાળકોને બચાવી રહ્યો હતો. આ ઘટનાને લઇને જે વિડિયો બહાર આવ્યા હતા તેનાથી લાગી રહ્યુ હતુ કે તે બે લોકોને નિર્દય રીતે મારી રહ્યો હતો. આના કારણે તેને કોઇ મદદ મળી ન હતી. બેન સ્ટોક્સને મામલાની સુનવણી કરવામાં આવે ત્યાં સુધી ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. ૧૧ મહિનાનાં ગાળા બાદ બેન સ્ટોક્સને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જો કે રવિવારનાં દિવસે ફાઇનલ મેચ વેળાએ તમામ વિતેલા ખરાબ બનાવો બદલાઇ ગયા હતા. તેની છાપ રાતોરાત એક સ્ટારની બની ગઇ હતી.
બેન સ્ટોક્સે પોતાના દમખમથી ફાઇનલમાં પોતાની ટીમને જીત અપાવી હતી. મેચ બાદ કેપ્ટન મોર્ગને તેની ભરપૂર પ્રશંસા કરી હતી. મોર્ગને કહ્યુ હતુ કે, બેન સ્ટોક્સ સુપરહ્યુમન તરીકે છે. તે ચોક્કસપણે અમારી ટીમનાં ભારને ઉપાડે છે. જોસ બટલર સાથેની તેની ભાગીદારી પણ જોરદાર રહી હતી. માહોલ, ભાવના અને અન્ય ચીજ જે સમગ્ર મેચ દરમિયાન હતી તે બાબતોને બેન સ્ટોક્સે સારી રીતે સંભાળી લીધી હતી. મોર્ગેન ટી-૨૦ વિશ્વકપની એ ફાઇનલ મેચનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં વેસ્ટ ઈંન્ડિઝનાં કાર્લોસ બ્રેથવેટે સ્ટોક્સની બોલિંગમાં ચાર છગ્ગા લગાવીને ઈંગ્લેન્ડ પાસેથી મેચ આંચકી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન