ઈંગ્લેન્ડની ટીમ ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ હટાવી દીધો છે, ઈંગ્લેન્ડના ડબલ્સ સ્પેશિયાલિસ્ટ શોન વેન્ડી અને કોચ નાથન રોબર્ટસન કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું,ત્યારબાદ ઈંગ્લિશ ટીમે આખી ટીમનો પ્રવાસ રદ્દ કરી દીધો. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) દ્વારા રવિવારે ઈંગ્લેન્ડના નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી હતી.
આયોજકોએ જણાવ્યું હતું કે અન્ય તમામ ખેલાડીઓની રવિવારે સવારે ટીમ હોટલમાં ફરી એકવાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ઈંગ્લેન્ડે ટુર્નામેન્ટના બે દિવસ પહેલા નામ પાછું ખેંચી લીધુ છે
આયોજકોએ કહ્યું કે તેઓ તમામ ખેલાડીઓના સંપર્કમાં છે અને તમામની તપાસ કરવામાં આવી રહી છે. વેન્ડીના ડબલ્સ પાર્ટનર બેન લેને પણ ટ્વિટર પોસ્ટમાં વેન્ડીના કોરોનાની પુષ્ટિ કરી હતી. લેને કહ્યું કે તે આ વર્ષે ઈન્ડિયા ઓપનમાં રમી શકશે નહીં. વેન્ડી કોરોના સંક્રમિત છે અને કોચ રોબર્ટસન પણ.
વેન્ડી અને લેન મેન્સ ડબલ્સમાં ચોથા ક્રમાંકિત હતા. ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. આ ટુર્નામેન્ટનું આયોજન BAI દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ 2022 BWF વર્લ્ડ ટૂર સીઝનની શરૂઆત કરશે. ઈન્ડિયા ઓપનની ઈનામી રકમ લગભગ 2.97 કરોડ રૂપિયા છે.