મુંબઇ,
શાહરૂખ ખાનની અભિનય ફિલ્મ ‘ઝીરો’ ના પ્રથમ દિવસના કલેક્શનતથી બોલિવૂડમાં નિરાશા છવાઇ ગઈ. આશા થોડી વધારે હતી. કહેવા વાળા લોકોએ તતો કહ્યું હતું કે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ કલેક્શન 35 કરોડ રૂપિયા સુધી પહોંચશે. એટલું જ નહીં, 25 કરોડની અપેક્ષાઓ તો સ્વાભાવિક હતી કારણ કે ફિલ્મ રિલીઝ પહેલાં માહોલ સારો હતો. ટ્રેલર અને ગીતો પસંદ કરવામાં આવ્યા હટતા પરંતુ પ્રથમ દિવસે આ ફિલ્મ 20.14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સંગ્રહને સારા કહી શકાય પણ શાનદાર નહીં.
બીજા દિવસે પણ ફિલ્મના કલેક્શનના કંઈ ખાs પરિવર્તન આવ્યું નથી અને આ 20 કરોડની આસપાસ છે. એટલે કે બે દિવસમાં ફિલ્મે લગભગ 40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
ફિલ્મના પ્રેક્ષકોની પ્રતિક્રિયા મિશ્ર છે અને આ મોટા બજેટની મૂવી માટે સારું વાત નથી. મોટાભાગની મૂવી સમીક્ષકોએ આ ફિલ્મની ટીકા કરી છે, તેની સીધી અસર બોક્સ ઓફિસ પર થશે.
ફિલ્મને રવિવારે અને બીજા દિવસે સારું પ્રદર્શન કરવું પડશે, નહીં તો આગળ ફિલ્મને મુશ્કેલ થઇ શકે છે.