પુણે
અભિનેતા રણબીર કપૂર તેમની ફિલ્મ સંજુની સફળતાની ઉજવણી કરી રહ્યા છે, ત્યાર બીજી બાજુ પૂણેમાં તેમના ભાડુઆતે તેમના પર 50 લાખ રૂપિયાનો સામે કેસ દાખલ કર્યો છે.
રણબીર કપૂરનો પૂણેના ટ્રમ્પ ટાવરમાં ફ્લેટ છે અને તેમણે 2016માં ભાડે આપ્યો હતો.જો કે હવે ભાડુઆતનો દાવો છે કે રણબીર કપુરે ભાડા કરારની શરતોનો અમલ નથી કર્યો અને નિયત સમય પહેલાં જ તેને ફ્લેટની બહાર તગેડી દેવામાં આવી છે.
ભાડુઆત શીતલ સૂર્યવંશીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેણે બે વર્ષ માટે રણબીર કપૂરનો એપાર્ટમેન્ટ ભાડે લીધો છે, પરંતુ હવે ભાડા કરારનો સમય પૂરો થવા પહેલાં તેને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.આમ અધવચ્ચે ફ્લેટ ખાલી કરવાને કારણે તે અને તેનો પરિવાર એક માનસિક આપત્તિ ભોગવી રહ્યા છે.
શીતલ સૂર્યવંશીએ પુણેની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.જેમાં તેમણે 50 લાખની રકમનો દાવો કર્યો છે અને તેણે 18 લાખનું વ્યાજ આપવાની માંગણી કરી છે.શીતલનો દાવો છે કે રણબીરકપુરે એમ જણાવ્યું હતું કે તે અહીં રહેવા માટે આવવાનો છે.
રણબીર કપૂરે શીતલના આ આરોપ સામે જવાબ આપ્યો હતો કે શીતલ સુર્યવંશીએ તેમની ઇચ્છાથી ઘર ખાલી કર્યું છે અને તેણે 3 મહિના ભાડું પણ ચૂકવ્યું નહોતું હતું, જે તેની ડિપોઝિટમાંથી બાદ કરવામાં આવ્યું હતું.
કોર્ટમાં આ કેસની આગલી તારીખ 28 ઑગસ્ટ છે.