મુંબઇ,
સોનમ કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા’ ને લઈને ચર્ચાનો વિષય બનેલી છે. ફિલ્મમાં તે તેના પિતા અનિલ કપૂર સાથે જોવા મળી રહી છે. આ પ્રથમ વખતે છે જ્યારે બંનેએ કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.
હવે એવું લાગે છે કે 2019 માં સોનમનું ફ્રેશ સ્ટાર્ટ આગળ પણ ઇન્ટ્રેસ્ટિંગ ફિલ્મો સાથે જારી રહેશે. નવી રિપોર્ટનું માનવામાં આવે તો સોનમ કપૂરને રોહિત શેટ્ટીની આગમી ફિલ્મ ‘સૂર્યવંશી’ માટે એપ્રોચ કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શેટ્ટી અને તેમની ટીમ દ્વારા સોનમ સાથે પ્રોજેક્ટેટને લઈને વાતચીત થઇ છે. ફિલ્મમાં અક્ષય કુમાર લીડ એક્ટર હશે. જણાવીએ કે રોહિતની છેલ્લી ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઑફીસ પર ખુબ જ સારું પરફોર્મ કર્યું હતું.’સીમ્બા’ માં અક્ષય કુમારના કેરેક્ટ એક નાના સીન બતાવમાં આવ્યો હતો.