મુંબઈ
રવિવારના રોજ અજય દેવગણે કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’નું ટ્રેલર લોન્ચ કર્યું હતું. જાણવી દઈએ કે, અજય આ ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ ઘણા વખાણ કરવામાં આવ્યા હતા. પરંતુ લેખક અને ગીતકાર વરુણ ગ્રોવરએ ટ્વિટ કર્યું કે “ઈલાના ટ્રેલરમાં બધાને ક્રેડિટ આપવામાં આવી છે. સિવાય, ગીતકાર સ્વાનંદ કિરકિરેને છોડીને. તમે સમજી શકો છો કે અમે મેકર્સની નજરમાં કેટલા બેકાર છીએ”.
આપને જણાવી દઈએ કે, આ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવે તે પહેલા જ, અજય દેવગણ આ બાબત પર તરત જ ટ્વીટ કરીને આ ભૂલ માટે માફી માંગી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, We accidentally missed out @swanandkirkire’s name as lyricist from Helicopter Eela trailer. Apologies,
સ્વાનંદ કિરકિરે પણ અજય દેવગણના ટ્વીટરના જવાબમાં લખ્યું કે, ધન્યવાદ સર તમરો ખુબ ખુબ આભાર..
ઉલ્લેખનીય છે કે, અજય દેવગણના બેનર હેઠળ બની રહેલ કાજોલ આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’, જે 7 સપ્ટેમ્બર, 2018 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ આનંદ ગાંધીના ગુજરાતી નાટક ‘બેટા કાગડો’ પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રદીપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ આ ફિલ્મમાં અજય દેવગણ અભિનય કરતા નહીં જોવા મળે.