મુંબઈ
જબરદસ્ત પોસ્ટર અને શાનદાર ટ્રેલર પછી ફિલ્મ ‘અંધાધુન’ના મેકર્સે વધુ એક નવું પોસ્ટર રિલીઝ કરીને લોકોને આ ફિલ્મ પ્રત્યેના ઉત્સાહને વધારી દીધો છે. આ પોસ્ટરમાં આયુષ્માન ખુરાના અને તબ્બુની આંખો પર પાટો બાંધેલો છે અને બંનેને એકસાથે દોરી વડે બાંધવામાં આવ્યા છે.
ફિલ્મના ટ્રેલરને સલમાનના શો ‘દસ કા દમ’માં લોન્ચ કરાયું હતું અને ટ્રેલરને પ્રેક્ષકો તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં તબ્બુનું પાત્ર ગ્રે શેડમાં છે. દ્રશ્યમ પછી તેઓ આ રૂપમાં જોવા મળશે.
આ પ્રકારની ફિલ્મમાં કદાચ આયુષ્માન ખુરાના પહેલી વાર જોવા મળશે. ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ મુવી 5 ઓક્ટોમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, ફિલ્મની સ્ટોરી મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે જેમાં આયુષ્માન એક અંધ સંગીતકારની ભૂમિકામાં છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આ સંગીતકારની મુલાકાત રાધિકા આપ્ટે સાથે થાય છે અને પછી તેઓ સાથે સમય વિતાવે છે. આયુષ્માન તબ્બુના ઘરે પિયાનો વગાડે છે અને ત્યાં જ મર્ડર થઇ જાય છે અને ત્યાર પછી આયુષ્માન પર શક કરવામાં આવશે કે શું તે રિયલમાં જોઈ શકતા નથી?
મૂવીનું નિર્દેશન શ્રીરામ રાધવન દ્રારા કરવામાં આવ્યું છે જેઓ થ્રિલર ફિલ્મો બતાવવામાં માટે જાણીતા છે.