મુંબઇ,
સંજય લીલા ભણસાલી નવી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જ જાણીતા કવિ અને લેખક સાહિર લૂધિયાનવીના જીવન પર આધારિત છે. આ ફિલ્મના લીડ રોલ બાબતે ઘણી ચર્ચા થઈ રહી છે. આ બાયોપિકમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા સાથે જોવા મળશે. એક અહેવાલ પ્રમાણે સંજયે આ કપલનો અપ્રોચ કર્યો છે.
અહેવાલ પ્રમાણે અભિષેક આ ફિલ્મમાં ટાઇટલ રોલ કરશે. અને ઐશ્વર્યા કવિયત્રી અમૃતા પ્રીતમનો રોલ કરશે. જોકે આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સાહિર અને અમૃતા પ્રીતમની પ્રેમ કહાની ઘણી રસપ્રદ છે. આ અગાઉ અભિષેક બચ્ચન અને ઐશવર્યા રાય ગુલાબ જામુન ફિલ્મમાં પણ સાથે જોવા મળશે.
આ અંગે અભિષેકે જણાવ્યું હતું કે સંજય લીલા ભણસાલીએ મારી સાથે આ અંગે વાત કરી હતી . પરંતુ તે પછી મારી સાથે કોઈ વાત નથી થઈ,કદાચ તેઓ અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયા હશે.