ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષ 2003 થી કાન્સમાં દરેક વર્ષે તેના ગ્લેમરસ લૂકથી દરેકને ઈમ્પ્રેસ કરતી આવી છે. એકવાર ફરીથી ઐશ્વર્યાએ કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી. તેને જોઈને એવું લાગે છે કે તે કોઈ ગોલ્ડન મર્મેડ રેડ કાર્પેટ પર વોક કરી રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકોને ઐશ્વર્યાનો આ લૂક ખુબ જ પસંદ આવી રહ્યોછે. ઐશ્વર્યાએ ગોલ્ડન ગાઉન સાથે કાન્સમાં એન્ટ્રી કરી, પરંતુ આ ડ્રેસને ખાસ જ્વેલરી અને મેકઅપ સાથે ફાઇનલ ટચઅપ આપવામાં આવ્યો હતો.
ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સમાં ઇન્ટરનેશન ડિઝાઇનર Jean-Louis Sabaji ની બનાવેલું ગાઉન પહેર્યું હતું. મેટેલિક ગોલ્ડન યલો ગાઉનને વન ઓફ શોલ્ડરે બોલ્ડ લૂક આપવામાં આવ્યો હતો.ગાઉનમાં લોન્ગ ટ્રેલને અટેચ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ લૂક તરફ નજર નાખવામાં આવે તો આ મર્મેડ જેવો છે.
આ લૂકને ખાસ બતાવ માટે ઐશ્વર્યાને મેટેલિકે યેલો આઇશેડો, લાઇનર અને ન્યુડ લિપસ્ટિકનો ટચ આપવામાં આવ્યો હતો.
ઐશ્વર્યાની હેયર સટાઈલને સિમ્પલ રાખવામાં આવી હતી. ગોલ્ડન ગાઉન સાથે ઐશ્વર્યાની હેરસ્ટાઇલ પરફેક્ટ લૂક આપી રહી હતી.
ઐશ્વર્યાના ચહેરા અને કાનોંમાં યેલો હાઇલાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઐશ્વર્યાએ તેની સાથે ખાસ જવેલરી પહેરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ ફોટામાં યલો નેલપેંટ સાથે ઐશ્વર્યાએ યુનિક રિંગ પહેરી હતી. તેના ઘણા ફોટાઓ સામે આવ્યા છે.
ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સમાં દર વખતે તેની છાપ છોડી દે છે. જોવાનું એ રહશે કે અભિનેત્રીનો બીજો લૂક કેવો હશે.