મુંબઇ,
અજય દેવગણ તેમજ રણીર સિંહ સાથે હિટ ફિલ્મ આપનારા ડિરેક્ટર રોહિત શેટ્ટી હવે અક્ષય કુમાર સાથે ફિલ્મ કરવા માંગે છે અને અક્ષય કુમાર સાથેની ફિલ્મનું નામ સૂર્યવંશી છે અને આ ફિલ્મ આ જ વર્ષે ઇદના તહેવારે રજૂ થશે.
આમ તો ઇદના દિવસે સલમાન ખાનની જ ફિલ્મ રીલીઝ થતી હોય છે ત્યારે સવાલ એ ઉઠે છે કે પોતાની ફિલ્મ ઇદ પર રિલીઝ કરવા અક્ષય કુમારે સલમાન ખાન સાથે વાત કરવી પડશે.
જોકે અક્ષયે આવું કશું જ કર્યું નથી. અક્ષય અને સલમાન મિત્રો છે. બંનેએ ઘણી ફિલ્મ સાથે કરી છે ત્યારે અક્ષયને ઇદના દિવસે ફિલ્મ રીલીઝ કરવા સલમાનને પૂછવાની જરૂર નથી. અક્ષયે રીલીઝ ડેટ નક્કી કરવા સલમાન ખાન સાથે કોઈ વાત નથી કરી. અક્ષય કુમારને આ અંગે પૂછવામાં આવતા તેણે કહ્યુ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધાની છે .
સૂર્યવંશીમાં અજય દેવગણ તથા રણવીર સિંહ સ્પેશિયલ અપિરયન્સમાં જોવા મળશે. ફિલ્મનું પ્રથમ શિડ્યૂલ ગોવામાં પૂર્ણ થઈ ગયું છે.