મુંબઈ
અક્ષય કુમાર અને મોની રોયની ફિલ્મ ‘ગોલ્ડ’ ઘણી મોંધી છે. લગભગ 85 કરોડ રૂપિયામાં આ ફિલ્મ તૈયાર થઇ છે. 15 કરોડ રૂપિયા પ્રમોશન પર ખર્ચ કરવામાં આવ્યા છે.આ રીતે 100 કરોડ રૂપિયા ફિલ્મની કુલ રકમ છે.
અક્ષય કુમાર જેવા સ્ટાર હોવાના કારણે ફિલ્મના ડીજીટલ, સેટેલાઈટ, મ્યુઝિક અને ઓવરસીઝ રાઈટ્સ સારી એવી રકમમાં વેચાયા છે. આ રાઈટ્સને વેચીને ગલભગ 55 કરોડ રૂપિયા વસુલ થઇ ચુક્યા છે.
ફિલ્મને ચાર્જ વસુલમાં માટે 90 કરોડ રૂપિયાનું કલેશન ભારતથી કરવાનું હતું. જો કે મુવીએ કરી લીધું છે.પરંતુ હીટ થવા માટે ફિલ્મને લગભગ 125 કરોડ રૂપિયાની આસપાસ કલેશન કરવું પડશે જો કે તે મુશ્કિલ છે.
આપને જણાવી દઈએ કે, આ મુવીઈએ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ કલેક્શન માટે આ ફિલ્મે 13 દિવસનો સમય લીધો હતો. મુવીએ બીજા અઠવાડીએ શુક્રવારે 1.85 કરોડ રૂપિયા, શનિવારે 3.10 કરોડ રીપિયા, રવિવારે 4.75 કરોડ રૂપિયા અને સોમવારે 1.45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 13 દિવસમાં આ ફિલ્મે 100.45 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચુકી છે. અક્ષય કુમાર આ 100 કરોડ ક્લબમાં 9મી ફિલ્મ છે.
આ વર્ષે 100 કરોડ ક્લબમાં સમાવેશ થનારી ‘ગોલ્ડ’ 8 મી ફિલ્મ છે.આ પહેલા ‘પદ્માવત’, ‘સોનું કે ટીટુ કી સ્વીટી’, ‘રેડ’, ‘બાગી-2’, ‘રાઝી’, ‘રેસ-3’ અને ‘સંજુ’ આ ક્લબમાં સમાવેશ થઇ ચુકી છે.