મુંબઈ
ભારતીય બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કર્યા પછી, અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ટોયલેટ‘ ચીનમાં જબરદસ્ત કલેક્શન કરી રહી છે.ચીનમાં પ્રથમ દિવસે આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની છે. પ્રથમ દિવસે ફિલ્મનું 15 કરોડ 94 લાખનો બિઝનેસ છે. આંકડા અનુસાર, લગભગ 5 લાખ લોકો પ્રથમ દિવસે જોવા ગયા હતા.
https://twitter.com/taran_adarsh/status/1005306676075900929
ચીનમાં એક દિવસમાં 56 હજાર કરતાં વધુ શો ચાલે છે. 2018 માં ચીનમાં રિલીઝ થયેલી ફિલ્મો વિશે વાત કરીએ તો, બજરંગી ભાઈજાન, દંગલ, હિન્દી મીડીયમ, સિક્રેટ સુપરસ્ટાર અને બાહુબલી-2 પછી ચીનમાં રિલીઝ થવા વળી આ છઠ્ઠી ભારતીય ફિલ્મ છે. ફિલ્મના ભારતીય વ્યવસાય વિશે વાત કરીએ તો, ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મમાં ભારતમાં આશરે 135 કરોડનું કલેક્શન કર્યું હતું.
https://twitter.com/akshaykumar/status/1005361826291437568
શ્રી નારાયણ સિંહના નિર્દશન બનેલ આ ફિલ્મમાં અક્ષય અને ભૂમિના સિવાઈ અનુપમ ખેર અને સના ખાનને મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના મિશનને સ્પોટ કરતી, વાસ્તવિક ઘટના પર આધારિત આ ફિલ્મ હતી. આ ફિલ્મની સ્ટોરી એક એવી છોકરીની હતી જેણે ઘરમાં ટોયલેટ ના હોવાથી ઘર છોડી જવાનો નિર્ણય કર્યો હતો.