Not Set/ બોક્સ ઓફિસ પર અક્ષયની ‘ગોલ્ડ’ અને જ્હોનની ‘સત્યમેવ જયતે’એ તોડ્યા 8 રેકોર્ડ..

મુંબઈ 15 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની પીરિયડ ડ્રામા ફિલ્મ ‘ગોલ્ડ’ની કમાણી બીજા દિવસે પણ અસર જોવા મળી રહી છે. પહેલા દિવસની તુલનામાં બીજા દિવસે ગુરુવારે ફિલ્મ માત્ર 8 કરોડની કમાણી કરી. ટ્રેડ એનાલિસ્ટના આદર્શે માહિતીઓ આપી છે કે, ભારતીય બજારમાં ફિલ્મે બે દિવસમાં 33.25 કરોડની કમાણી કરી લીધી છે. ‘ગોલ્ડ’ના સાથે એજ રિલીઝ થયેલ જ્હોન […]

Trending Entertainment
બોક્સ ઓફિસ પર અક્ષયની 'ગોલ્ડ' અને જ્હોનની 'સત્યમેવ જયતે'એ તોડ્યા 8 રેકોર્ડ..

મુંબઈ

15 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની પીરિયડ ડ્રામા ફિલ્મ ‘ગોલ્ડ’ની કમાણી બીજા દિવસે પણ અસર જોવા મળી રહી છે. પહેલા દિવસની તુલનામાં બીજા દિવસે ગુરુવારે ફિલ્મ માત્ર 8 કરોડની કમાણી કરી. ટ્રેડ એનાલિસ્ટના આદર્શે માહિતીઓ આપી છે કે, ભારતીય બજારમાં ફિલ્મે બે દિવસમાં 33.25 કરોડની કમાણી કરી લીધી છે.

‘ગોલ્ડ’ના સાથે એજ રિલીઝ થયેલ જ્હોન અબ્રાહમ, મનોજ બાજપેયીની મુવી ‘સત્યમેવ જયતે’ની કમાણી પર પણ અસર જોવા મળી છે. જોકે ‘ગોલ્ડ’ની તુલનામાં તેને ઓછી સ્ક્રીન્સ મળી હોવા છતાં પણ બિજા 7.92 કરોડનું કલેક્શન કર્યું છે. ‘ગોલ્ડ’ને 3000 થી વધુ સ્ક્રીન્સ મળી છે. જયારે  ‘સત્યમેવ જયતે’ને  માત્ર 2500 સ્ક્રીન્સ મળી છે. સ્વતંત્રતા દિવસે રીલમ થયેલ અક્ષય અને જ્હોનની ફિલ્મે અત્યાર સુધી ઓક્સ ઓફિસ કલેક્શનના 8 રેકોર્ડ તોડ્યા છે.

અહીં જાણો ગોલ્ડ અને ‘સત્યમેવ જયતે’ કઈ ફિલ્મોના રેકોર્ડને તોડ્યા છે..

1.બોક્સ ઓફિસ પર અક્ષયની આઠમી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘ગોલ્ડ’

અક્ષય કુમારની બોક્સ ઓફિસની ‘ગોલ્ડ’ આઠમી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. ‘ગોલ્ડ’ પહેલાં ‘પેડમેન’ (78.22 કરોડ) ‘ટોયલેટ: એક પ્રેમ કથા’, જોલી એલએલબી -2 (117 કરોડ), ‘રુસ્તમ’ (127.49 કરોડ), ‘હાઉસફુલ-3’ (109.14 કરોડ), ‘એરલિફ્ટ’ (128.1 કરોડ) અને ‘સિંહ ઇઝ બ્લિંગ’ (89.95 કરોડ) અક્ષયની સૌથી વધુ કમાણી ફિલ્મો સમાવેશ થાય છે.

2.’ગોલ્ડ’ અક્ષય કુમારની સૌથી વધુ ઓપનર ફિલ્મ.

‘ગોલ્ડ’ પહેલા અક્ષય કુમારની ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘સિંહ ઇઝ બ્લિંગ’ હતી. પ્રથમ દિવસે ફિલ્મે રૂ. 16.98 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રથમ દિવસે 25.25 કરોડની કમાણી કરીને ‘ગોલ્ડ’ આ રેકોર્ડ તોડ્યો હતો.

3,2018 સ્વતંત્રતા દિવસે અત્યાર સુધી સર્વશ્રેષ્ટ

‘ગોલ્ડ’ અને ‘સત્યમેવ જયંતે’ આ બંને ફિલ્મો 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી. હિન્દી સર્કિટમાં આ દિવસે સૌથી વધુ 40 કરોડ કમાણી કરનાર ‘બાહુબલી-2’નું નામ હતું. પરંતુ અક્ષય અને જ્હોનની ફિલ્મ સ્વતંત્રતા દિવસના પ્રથમ દિવસે 45 કરોડનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

4.જ્હોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે’ સૌથી વધુ ઓપનર.

‘સત્યમેવ જયતે’ જ્હોન અબ્રાહમની અત્યાર સુધીની સૌથી મોટી ઓપન ફિલ્મ છે. પ્રથમ દિવસે ફિલ્મએ રૂ. 20.52 કરોડની કમાણી કરી. જ્હોનની સોલો પરફોર્મન્સ વાળી  ફોર્સ 2 ને પણ રૂ. 5.75 કરોડની કમાણી થઈ.

5.’ગોલ્ડ’ને પહેલા દિવસે સૌથી વધુ દર્શક..

પ્રથમ દિવસમાં ‘ગોલ્ડ’ એ સિનેમાઘરોમાં 52 ટકા સીટો પર પોતાની કબજો જમાવ્યો. જોકે  ‘સંજુ’ અને ‘બાગી-2’ પછી સૌથી વધુ છે. બીજી તરફ, ‘સત્યમેવ જયતે’ 42.5% ઓક્યુંપેંસીના સાથે નંબર 6 છે.

6.’ગોલ્ડ’ વર્ષની ટોપ 3 ઓપનર્સમાં.

‘ગોલ્ડ’ આ વર્ષના પ્રથમ દિવસે ટોપની ત્રણ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં જોડાઈ છે. પ્રથમ અને બીજા નંબરે ‘સંજુ’ અને ‘રેસ-3’ છે, તેઓએ પ્રથમ દિવસે અનુક્રમે 34.75 અને 29.17 કરોડની કમાણી કરી હતી. ‘ગોલ્ડ’ એ પ્રથમ દિવસે 25.25 કરોડની કમાણી કરી. બીજી તરફ, ‘સત્યમેવ જયતે’ પ્રથમ દિવસે 20.52 કરોડની કમાણી કરી વર્ષની 5 સૌથી મોટી ફિલ્મ બની છે.

7.A રેટેડ ફિલ્મોમાં ‘સત્યમેવ જયતે’ સૌથી મોટી ઓપનર..

જ્હોનની ‘સત્યમેવ જયતે’ એ સર્ટિફિકેટ વાળી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. જણાવી દઈએ કે, જ્હોનની ફિલ્મને એટલા સારા રિવ્યુ નથી મળ્યા જેટલા અક્ષયની ‘ગોલ્ડ’ને મળ્યા છે.

8.ડાયરેક્ટર્સની પણ  સૌથી મોટી ઓપનર વાળી ફિલ્મ.

‘સત્યમેવ જયતે’નું દિગ્દર્શિત મિલાપ જાવેરી દ્વારા કરવામાં આવ્યું છે. આ તેની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ છે આ પહેલાં તેમણે ‘મસ્તીઝાદે’ અને ‘જાને કહાં સે આઈ હૈ” ફિલ્મોનું નિર્દેશન કર્યું. બીજી તરફ ‘ગોલ્ડ’નું દિગ્દર્શન રીમા કાગતી દ્વારા કરવામાં આવ્યું છે, જે તેની બેસ્ટ ઓપનર ફિલ્મ છે. તે પહેલાં તેમણે ‘તલાશ’ અને ‘હનીમૂન ટ્રેવલ્સ’ બનાવી ચુકી છે.