Not Set/ ચાલબાજની રીમેકમાં જોવા મળશે આલિયા ભટ્ટ

મુંબઈ, આલિયા ભટ્ટ બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર સ્ટાર તરીકે ઉભરી રહી છે. એકબાજુ તે રણબીર કપૂર સાથે પ્રેમ સંબંધને લઇને ચર્ચામાં છે. બીજી બાજુ તેની પાસે ફિલ્મોની સતત ઓફર થઇ રહી છે. તેને હોમ પ્રોડક્શનની ફિલ્મ સડક-2 ફિલ્મ મળી ગઇ છે. જેમાં તે આદિત્ય રોય કપૂર સાથે નજરે પડશે. મુળ ફિલ્મમાં સંજય દત્ત અને પુજા […]

Uncategorized
mahi 2 ચાલબાજની રીમેકમાં જોવા મળશે આલિયા ભટ્ટ

મુંબઈ,

આલિયા ભટ્ટ બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર સ્ટાર તરીકે ઉભરી રહી છે. એકબાજુ તે રણબીર કપૂર સાથે પ્રેમ સંબંધને લઇને ચર્ચામાં છે. બીજી બાજુ તેની પાસે ફિલ્મોની સતત ઓફર થઇ રહી છે. તેને હોમ પ્રોડક્શનની ફિલ્મ સડક-2 ફિલ્મ મળી ગઇ છે. જેમાં તે આદિત્ય રોય કપૂર સાથે નજરે પડશે. મુળ ફિલ્મમાં સંજય દત્ત અને પુજા ભટ્ટ હતી. જે સુપર હિટ ફિલ્મ સાબિત થઇ હતી.

આ ઉપરાંત 29 વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા  ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે.

આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે તે ડેવિડ ધવનની સાથે જુડવા-૩ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. ડેવિડ ધવને હવે તેની પસંદગી કરી લીધી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે. ચાલબાજની રીમેક બને તેવી ઇચ્છા શ્રીદેવીએ એક વખતે વ્યક્ત કરી હતી. હવે આ ફિલ્મમાં તેમની ઇચ્છા મુજબ આલિયાને લઇને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવનાર છે. શ્રીદેવીનુ  દુબઇમાં મોત થયુ હતુ.ફિલ્મમાં  રજનિકાંતના રોલમાં વરૂણ ધવન રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.