સંજય લીલા ભણસાલીએ બુધવારે સાંજે એલાન કર્યું હતું કે તેમની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ લીડ રોલ કરશે. ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણશાળી પહેલીવાર સાથે કામ કરશે.
સંજયની આ ફિલ્મ લાંબા સમયથી અટકેલી હતી. આપને જાણીને આશ્ચર્ય થશે કે આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ નહોતી પણ એવું લાગે છે કે આલિયાનું નસીબ બે ડગલા આગળ હશે.
https://twitter.com/taran_adarsh/status/1184402754363461633
તરણ આદર્શે કરી પુષ્ટિ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટમાં કહ્યું કે આ ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણસાલી અને જયંતિલાલ ગડાની પેન ઇન્ડિયા પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે. દીપિકા-શાહિદ-રણવીર સ્ટારર ફિલ્મ ‘પદ્માવત’ 2018 માં રિલીઝ થયા પછી આ ફિલ્મ બાયોપિક પણ હશે.
હકીકતમાં સંજય લીલા ભણસાલી ઘણા સમય અગાઉ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ શરૂ કરવા માંગતા હતા અને લીડ માટે પ્રિયંકા ચોપરાને ફાઇનલ પણ કરી હતી. જો કે પ્રિયંકા એના હાલિવુડના પ્રોજેકટમાં બિઝી હોવાથી આ ફિલ્મ માટે તારીખો ફાળવી શકતી નહોતી. આખરે સંજયે આ ફિલ્મ માટે આલિયા ભટ્ટ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.