મુંબઇ,
આ શુક્રવાર એટલે કે 8 ફેબ્રુઆરીએ 6 ફિલ્મો રિલીઝ થવાની છે. આમાંથી એક હોલિવૂડ મૂવી છે જે ડબ કરી રિલીઝ કરવામાં આવશે. ચોક્કસપણે પાંચ હિન્દી ફિલ્મો પર આ એક હોલિવૂડ મૂવી ભારે પડવાની છે.
અલીટા બેટલ એંજેલને લઈને દર્શકોમાં ઘણા ઉત્સાહ છે અને મોટા શહેરોમાં આ ફિલ્મ સારા એવા દર્શકો મળી શકે છે અને બોક્સ ઓફિસ પર આ જ ફિલ્મને આગળ રહેવાની પૂરી સંભાવના છે.
ઉપરાંત 5 બીજી ફિલ્મો રિલીઝ થઇ રહી છે. અમાવસ, દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સ, જુઠા કહીં કા, પાર્કિંગ ક્લોઝ્ડ, અને ઝોલ.અમાવસ હોરર મુવી છે.જેમાં સચિન જોશી અને નરગીસ ફાખરી છે. અલીટા પછી આ ફિલ્મને વધુ દર્શકો મળી શકે છે. ફિલ્મના ટ્રેલર જોકે દર્શકોમાં કોઈ ખાસ ઉત્સાહ લાવી શક્યું નથી.
દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સમાં સપના ચૌધરી છે અને આ કારણોસર ફિલ્મને ઉત્તર ભારતમાં વધુ દર્શકો મળી શકે છે. અન્ય ફિલ્મોના અવસર ઘણા ઓછા છે.
જોવાની વાત છે કે આમાંથી કેટલી ફિલ્મ રિલીઝ થઈ શકે છે અથવા છેલ્લી સમય કોઈ અન્ય ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત થઇ જાય છે.
વેલ બોક્સ ઓફિસ પર નવી ફિલ્મો ખાસ પ્રદર્શન નથી કરી શકતી.1 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’નું પ્રદર્શન ઉમ્મીદ કરતા ઓછું રહ્યું છે જયારે ‘મનસુખ ચતુર્વેદીની આત્મકથા’ અને ‘એસ્કેપ રૂમ’ (ડબ) ખરાબ રીતે ફ્લોપ રહી છે.
હાલના સમયે ‘ઉરી ધ સર્જીકલ’ અને ‘મણિકર્ણિકા’ને જ વધારે જોવામાં આવી રહી છે. 8 ફેબ્રુઆરી વાળું અઠવાડિયું પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી નહીં કરે.