મુંબઈ
અમિતાભ-અભિષેક-ઐશ્વર્યા શાદ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બન્ટી ઓર બબલી’ માં સાથે જોવા મળ્યા હતા આ લોકો પર ‘કજરારે-કજરારે’ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું. જે ખુબ જ લોકપ્રિય થયું હતું. જણાવીએ કે, આ ફિલ્મમાં અભિષેક લીડ રોલમાં અને અમિતાભ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી જ્યારે ઐશ્વર્યા રાય એક જ ગીતમાં જોવા મળી હતી.
હવે આ ત્રણેય ફરી એકસાથે જોવા મળી શેક છે. ફિલ્મનું નામ છે ‘ગુલાબ જામુન’ જે અનુરાગ કશ્યપ બનાવી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્યાને પહેલેથી જ આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે.
આપને જણાવીએ કે, આ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોનું કહેવું છે કે, અમિતાભ બચ્ચન પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં દેખાશે. હાલ અમિતાભના રોલ વિશે વાત કરવામાં આવી રહી છે અને આશા છે કે અમિતાભ પણ માની જશે.
ફિલ્મ ‘ગુલાબ જામુન’નું પ્લાનિંગ વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું અને અભિષેક-ઐશ્વર્યાએ હવે આ ફિલ્મ સાઈન કરી છે. ઐશ્વર્યાએ સ્ક્રિપ્ટની પ્રશંસા કરતી વખતે જણાવ્યું હતું કે જો તે વાસ્તવિક જીવન સાથે જોડાય છે તો ન્યાય આ સ્ક્રિપ્ટ સાથે કરવામાં આવશે. એટલા માટે અભિષેક-ઐશ્વર્યાએ આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે.