મુંબઈ
મહાનાયક અમિતાભ બચ્ચન નાગપુરમાં નવેમ્બર મહિનામાં તમની ફિલ્મ “ઝુંડ”નું શુટિંગ શરુ કરશે. બીગ બી ‘કોન બનેગા કરોડપતિ‘અને તેમની અપકમિંગ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તા’ જે 8 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે તે પછી ફિલ્મ “ઝુંડ”નું શુટિંગ શરુ કરશે.
ફિલ્મ નિર્માતા નાગરાજ મંજુલેની “ઝુંડ” વિજય બાર્સના જીવન પર આધારિત ફિલ્મ છે. જેઓ સ્લમના સંસ્થાપક છે. આમાં અમિતાભ એક પ્રોફેસરના રોલમાં જોવા મળશે. જેઓ સ્ટ્રીટ ચિલ્ડ્રનને ફૂટબોલ ટીમ બનાવવા માટે પ્રેરિત કરે છે.
ફિલ્મનો શૂટિંગ સમય 70-80 દિવસ છે અને અમિતાભ 45 દિવસ સુધી નાગપુરમાં શૂટિંગ કરશે.
નાગરાજ મંજુલેએ જણાવ્યું કે ‘મે નાગપુર શહેરને પસંદ કર્યું છે કેમ કે સ્ટોરી ત્યાં પર આધરિત છે. હું બને તેટલું ફિલ્મને પ્રમાણિક બતાવવા માંગું છે. નાગપુરનું એક અનોખું આકર્ષણ છે અને તેનો અનુભવ મુંબઈ અને પુણેથી સાવ અલગ છે.
અમિતાભ બચ્ચન સાથે કામ કરવા વિશે તેઓએ જણાવ્યું કે “મિસ્ટર બચ્ચન સાથે કામ કરવું એ એક સપનું પૂર્ણ થવા જેવું છે. અમિતાભ બચ્ચન હંમેશાથી મારા પસંદગીમાં એક્ટર છે અને આ કિરદાર સાથે ન્યાય આને સારી રીતે બીજું કોઈ ફીટ થઇ શકતું નહતું.