મુંબઇ,
છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન કોઈ ના કોઈ કારણથી ચર્ચામાં છવાયેલા રહે છે. તાજેતરમાં તેઓ તેમની આગામી ફિલ્મ ‘લુકા છીપી’ ના કારણે ચર્ચામાં રહ્યા હતા.જે 1 લી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત આ સમાચાર મળી રહ્યા છે કે કાર્તિક આર્યન સંજીવ કુમારની સુપરહિટ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ની રિમેકમાં પણ જોવા મળવાના છે.
પહેલા કહેવામાં આવી રહું હતું કે આ ફિલ્મમાં કાર્તિકની ઓપોજિટ તાપસી પન્નુને કાસ્ટ કરવામાં આવશે. પરંતુ કોઈ પણ કારણ જણાવ્યા વગર ફિલ્મમેકર્સે આ પ્લાન ડ્રોપ કરી દીધો છે. જોકે હવે આ ફિલ્મની કાસ્ટ ફાઇનલ થઈ ગઈ છે. તાજેતરના અહેવાલોનું માનવામાં આવે તો આ ફિલ્મમાં કાર્તિક સાથે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેને કાસ્ટ કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ભૂમિ, કાર્તિકની પત્ની જ્યારે અનન્યા તેમની લવ ઇન્ટ્રેસ્ટ અને સેક્રેટરીના રૂપમાં જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે હવે આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. તેનું ડાયરેક્શન મુદાસિર અજીજ કરી રહ્યા છે.