Not Set/ ‘અનુ મલિકે મને કીસ કરવા કહ્યું અને હું ડરી ગઇ..’

મુંબઈ સોના મહાપાત્રાએ થોડા દિવસ પહેલા મીટૂ મૂવમેન્ટ હેઠળ કૈલાશ ખૈર પર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. આ દરમિયાન તેમણે અનુ મલિક વિશે પણ વાત કરી હતી જેમાં મહિલા સીંગર પ્રતિ વિચિત્ર વર્તન વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવો પણ ઇશારો કર્યો હતો કે અનુ મલિક સ્ત્રીઓથી સેક્સુઅલ ફેવર મેળવવાનો પ્રયત્ન કરે છે. હવે અનુ મલિક પર […]

Trending Entertainment
342 'અનુ મલિકે મને કીસ કરવા કહ્યું અને હું ડરી ગઇ..'

મુંબઈ

સોના મહાપાત્રાએ થોડા દિવસ પહેલા મીટૂ મૂવમેન્ટ હેઠળ કૈલાશ ખૈર પર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. આ દરમિયાન તેમણે અનુ મલિક વિશે પણ વાત કરી હતી જેમાં મહિલા સીંગર પ્રતિ વિચિત્ર વર્તન વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવો પણ ઇશારો કર્યો હતો કે અનુ મલિક સ્ત્રીઓથી સેક્સુઅલ ફેવર મેળવવાનો પ્રયત્ન કરે છે. હવે અનુ મલિક પર એક મહિલાએ આરોપ મૂક્યો છે

સિંગર શ્વેતા પંડિતે ટ્વિટર પર પોતાની મીટુ સ્ટોરી શેર કરતી વખતે અનુ મલિક પર જાતીય શોષણનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે અનુ મલિકે તેમને કામ આપવા બદલ કિસની માંગ કરી હતી.

શ્વેતાએ જણાવ્યું હતું કે આ બધુ વર્ષ 2001માં થયું હતું, જ્યારે તે ફક્ત 15 વર્ષની હતી. એટલી નાની ઉંમરે તેમને આ પ્રકારના શોકિંગ એક્સપિરીયન્સથી પસાર થવું પડ્યું હતું. તેણે સ્ટોરી શેર કરતા લખ્યું, ‘આ મારું મીટુ છે. હું યંગ છોકરીઓને અનુ મુલિકથી દુર રહેવા જણાવીશ. અનુ મલિક તમારો સમય પૂરો થઈ ગયો છે. ‘ તેના પછી તેમણે સોના મહાપાત્રનું નામ લઇને તેમને તેમના અનુભવો શેર કરવા બદલ આભાર માન્યો હતો.

અહીં જાણો શું લખ્યું હતું  શ્વેતાએ પોસ્ટમાં…

શ્વેતાએ કહ્યું કે 2000માં તેને મોહબ્બતેમાં લીડ સિંગર તરીકે લોન્ચ કરવામાં આવી હતી  તે સમયે તે સૌથી યંગ ગાયક હતી જ્યારે તેમના ગીતો હિટ થયા, ત્યારે તેમને ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી ઓફર મળી. એક દિવસ અનુ મલિકના મેનેજર  મુસ્તફાએ તેને બોલાવી અને ગીત ગાવાની ઓફર કરી.તેના માટે, શ્વેતાને એમ્પાયર સ્ટુડિયોમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું. શ્વેતા તેની માતા સાથે ત્યાં પહોંચી, અનુ મલિક તે સમયે ‘આવારા પાગલ દીવાના’ ફિલ્મ માટે ગીતો રેકોર્ડ કરી રહ્યા હતા. શ્વેતાને નાની કેબિનમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું. કેબિનમાં બંને એકલા હતા. અનુ મલિકે શ્વેતાને સંગીત વિના ગીતો ગાવા કહ્યું. શ્વેતાના ગીતથી અનુ મલિક  પ્રભાવિત થયા હતા.

શ્વેતાએ આગળ કહ્યું, ‘તેમણે મને કહ્યું મેં ખૂબ જ સરસ ગીત ગાયું છું.  અનુ મલિકે મને કહ્યું કે હું તમને આ ગીત સુનિધિ ચૌહાણ અને શાન સાથે આપીશ, પણ પહેલા મને કિસ આપો. તે પછી તેણે હસ્યું. તે સૌથી ભયાનક સ્મિત હતું. હું તેમને સાંભળતા જ ડરી ગઈ હતી.. મારો ચહેરો પીળો થઇ ગયો હતો.

તેણે આગળ કહ્યું કે તે સમયે તે માત્ર 15 વર્ષની હતી અને શાળામાં અભ્યાસ કરતી હતી. આવી પરિસ્થિતિમાં, કોઈ પણ કલ્પના કરી શકે નહીં કે તેમની સાથે આવું પણ થઇ શકે. શ્વેતાએ કહ્યું કે અનુ મલિક વર્ષોથી તેમના પરિવારને જાણતા હતા અને તેમના પિતા મધુહારીને પણ જાણતા  હતા.