પ્રખ્યાત પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલ પર થોડા દિવસો પહેલા કેરળની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે અનુરાધા તેની માતા છે, જેને તેઓ તેમની કારકીર્દિ માટે છોડી ગયા હતા. આ કેસમાં સુનાવણી પણ તિરુવનંતપુરમની કોર્ટમાં શરૂ થઈ હતી, જો કે સુનાવણી હાલના તબક્કે સ્થગિત કરી દેવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મહિલાને પૌડવાલ દ્વારા કરેલી અરજી પર મહિલાને નોટિસ ફટકારી છે, જે ગાયિકાને તિરુવનંતપુરમથી મુંબઈ ખસેડવાની વિનંતી કરી છે. જણાવી દઈએ કે, આ ખંડપીઠમાં ન્યાયાધીશો બી.આર. ગવઈ અને સૂર્યકાંત પણ શામેલ હતા.
અનુરાધા પૌડવાલને તેની કારકિર્દીમાં પદ્મશ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. તેણે સંગીતકાર અરૂણ પૌડવાલ સાથે લગ્ન કર્યાં છે. કેરળના તિરુવનંતપુરમમાં રહેતી આ મહિલાની કરમાલા મોડેક્સ છે જેણે ગાયક અનુરાધા પૌડવાલની પુત્રી હોવાનો દાવો કર્યો હતો અને વળતર તરીકે 50 કરોડ રૂપિયા અને તેની સંપત્તિના 1/4 ભાગની માંગ પણ કરી હતી. જો કે, અનુરાધા અને તેના પતિએ મહિલાના દાવાને એકદમ નકાર્યો હતો.
મહિલાએ અરજી દાખલ કર્યા પછી, તિરુવનંતપુરમ ફેમિલી કોર્ટે કેસ સ્વીકાર્યો હતો અને અનુરાધા પૌડવાલ અને તેના પતિને સમન્સ આપ્યું હતું અને આ પછી ગાયિકા અને તેના પતિએ આ કેસ મુંબઇમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.