મુંબઇ,
અર્જુન કપૂર મલાઈકા અરોરા બંનેના રિલેશનને લઈને હાલ બોલિવૂડમાં ચર્ચા છે. તાજેતરમાં આ સ્ટાર્સ પ્રી ક્રિસમસ બેશમાં સાથે જોવા મળ્યા. પરંતુ સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે આ પાર્ટીમાં મલાઈકા અરોરાના એક્સ પતિ અરબાજ ખાન પણ તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા સાથે પહોંચ્યા. આ ક્રિસમસ પાર્ટી ફિલ્મ નિર્દેશન રિતેશ સિઘવાનીના ઘરે થઇ હતી. પાર્ટીમાં બોલિવૂડના ન્યુ લવ બર્ડ્સ સૌથી વધુ ચર્ચામાં રહ્યા.
સોશિઅલ મીડિયા પર અર્જુન કપૂર મલાઈકા અરોરાનાં ફોટા છવાયેલા છે. વેલ મલાઈકાની કપૂર પરિવાર સાથે સારા મિત્ર છે, તેનું સબૂત પણ મળી ચુક્યું છે.પાર્ટીમાં અર્જુનના સાથે કારમાં પાછળની સીટ પર જ્યાં મલાઈકા જોવા મળી ત્યાં જ અર્જુન કપૂરની બાજુ વાળી સીટ પર તેમના કાકા સંજય કપૂર જોવા મળ્યા હતા. મલાઈકા અને કપૂર પરિવાર વચ્ચે વધતી નજદીકીઓ બંનેના રિલેશનને આગળ વધવા તરફ ઈસરો કરે છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર રિતેશ સિધવાનીના ઘરે ક્રિસમસ પાર્ટી પહેલા પણ ઘણી વખત સાથે-સાથે સ્પોટ કરવામાં આવ્યા. આ સ્ટાર કપલ ઘણી વાર મુંબઈમાં ડિનર પર સાથે જતા જોવાયા ઉપરાંત, મુંબઈ એરપોર્ટ પર પણ ઘણી વખત સાથે જોવા મળે છે. સમાચાર મુજબ, અર્જુન અને મલાઈકા આગામી વર્ષે એપ્રિલમાં લગ્ન કરી શકે છે. સૂત્રો અનુસાર, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.
પાર્ટીમાં મલાઈકા રેડ લૂકમાં જોવા મળી તો બીજી તરફ અરબાજ ખાન અને તેમની ગર્લફ્રેન્ડ મેચિંગ સિલ્વર કલરના ડ્રેસઅપમાં જોવા મળ્યા. આપને જાણવી દઈએ કે નિર્દેશક રિતેશ સિધવાનીએ શનિવારે રાત્રે તેના ઘરે ક્રિસમસ પાર્ટી આપી હતી આ ક્રિસમસ પાર્ટીમાં ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, તુષાર કપૂર અમૃતા અરોરા, રણવીર સિંહ જેવા હાજર રહ્યા હતા.