મુંબઈ,
પરિણીતી ચોપરા સાથે એક પછી એક ફિલ્મો કર્યા બાદ અભિનેતા અર્જુન કપૂર એની સાથે કામ કરવામાંથી બ્રેક લેવા માંગે છે. બંને કલાકારો ફિલ્મ ઈશ્કઝાદેમાં સાથે કામ કરી ચુક્યા છે. અને હવે ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ અને પીન્કી ફરારમાં ફરી વાર દર્શકોને એમની જોડી જોવા મળશે.
મિડિયા સાથે વાત-ચિત દરમિયાન અર્જુને સાફ કહ્યું કે એને અને પરિણીતીએ એક બીજા સાથે કામ કરવામાંથી બ્રેક લેવો જોઈએ.
એમણે કહ્યું કે લગભગ 7 વર્ષ થઇ ચુક્યા છે, જયારે અમે પહેલી ફિલ્મ સાથે કરી હતી. ઈશ્કઝાદેના શૂટિંગ દરમિયાન અમે યુવાન હતા. અમે બંને એકબીજાના સંપર્કમાં છીએ. પરંતુ મને લાગે છે કે અમે બંનેએ વ્યવસાયિક અને વ્યક્તિગત જીંદગીમાં ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. જોકે, નમસ્તે ઇંગ્લેન્ડના શૂટિંગ દરમિયાન અમને બિલકુલ એવું નથી લાગ્યું કે અમે છ વર્ષ બાદ કામ કરી રહ્યા છીએ. અમે એક પછી એક બે ફિલ્મોમાં કામ કર્યું છે, તો મને લાગે છે કે અમારે એક-બીજા સાથે કામ કરવામાંથી બ્રેક લેવો જોઈએ.
નમસ્તે ઇંગ્લેન્ડ સુપરહિટ ફિલ્મ નમસ્તે લંડનની સિકવલ છે. ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.