મુંબઈ,
બોલિવૂડ જગતથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે જાણીતા એક્ટર અર્જુન રામપાલની માતા ગ્વેન રામપાલનું રવિવારે અવસાન પામ્યા છે. તેઓ કેન્સરથી પીડિત હતા. તેમની અંતિમ વિદાઈમાં બોલિવૂડના ઘણા કલાકારો શામિલ થયા હતા.
અર્જુન રામપાલની માતા ગ્વેન રામપાલનું નિધન રવિવારે થયું હતું અને મુંબઈમાં રવિવારે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારજનો અને નિકટ મિત્રોએ હાજરી આપી હતી. અર્જુન રામપાલની પૂર્વ પત્ની મહેર જેસિયા અને પુત્રીઓ માહિકા અને માયરા પણ આ સમય ત્યાં હાજર રહ્યા હતા. અંતિમ વિદાઈ માટે અર્જુનની ફિલ્મ ‘પલટન’ના કો-સ્ટાર હર્ષવર્ધન રાણે,ગુરમીત ચૌધરી પહોંચ્યા હતા સાથે સાથે કિમ શર્મા પણ ત્યાં પહોંચી હતી.
આપને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા અર્જુન રામપાલે સોશિયલ મીડિયામાં તેમની માતા સાથેનો એક વીડીયો શેર કર્યો હતો જેમાં તેમની માતા બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે તે વિશે માહિતી આપી હતી.આ વીડીયોમાં ગ્વેન રામપાલને પણ તેમની કેન્સરની લડાઈ વિશે વાત કરતા જોવા મળ્યા હતા.