મુંબઈ
એક્ટર અરમાન કોહલીએ તેની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવા સાથે મારપીટ કરી છે અને હાલ તેને કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે અરમાનને આ મારપીટ ગુસ્સામાં આવીને કરી છે.
માહિતી મળી રહી છે કે નીરુએ રવિવારે રાત્રે સાંતાક્રૂઝ (વેસ્ટ) પોલીસ સ્ટેશનમાં અરમાન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ આઇપીસીની કલમ 326 વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અરમાનને આ કેસમાં 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. રવિવારે, પોલીસ તેના ઘરની તપાસ કરવા માટે પહોંચી હતી, પરંતુ અરમાન તેના ઘરે હાજર નહોતા.
આપને જણાવી દઈએ કે અરમા તેના ગુસ્સા માટે જાણીતો છે. તેને બિગ બોસ હાઉસમાં પણ ગુસ્સો કરતા જોવા મળ્યો હતો. તેણે એક સ્પર્ધકને ગાળો આપી તેના સાથે મારપીટ કરી હતી.