મુંબઇ
અભિનેત્રી આયશા ટાકિયાના પતિ અને પરિવારને ધમકીઓ મળી રહી છે. આયશાના પતિ ફરહાન આઝમીએ ટ્વીટર કરીને જણાવ્યું હતું કે તેઓને ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવી થયા છે.
જો કે, આયશાના પરિવારને મળેલ આ ધમકીઓ એક કેસ સાથે સંકળાયેલી છે. ફરહાન આઝમીએ આક્ષેપ કર્યો હતો કે એક ફરિયાદી તેમની પત્ની, તેની માતા અને બહેનને હેરાન કરી કરી રહ્યો છે. કથિત તરીકે આ ફરિયાદી ફરહાન વિરૂધ્ધ કોર્ટમાં કેસ લડી રહ્યા છે.
ટ્વીટ્સમાં ફરહાને ડીસીપી પરમજીતસિંહ દહિયાને ટેગ કરીને પણ વિનંતી કરી છે કે તેઓ તેમનો ફોન ઉપાડે અને તેમની ફરિયાદ સાંભળે.ફરહાન આઝમીએ આ ટ્વીટમાં પીએમ નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યાં છે.
આપને જણાવી દઈએ કે ફરહાન સમાજવાદી નેતા અબુ આજમીનો પુત્ર છે. અને તેમના એક કેસ કોર્ટમાં તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર કાસિફ ખાન સાથે ચાલી રહ્યો છે. આ કિસ્સામાં, કાસિફ ખાનએ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
મંગળવારે બપોરે ફરહાનની પત્નિ આયશા સહિત તેની બહેન અને તેની માતાને કથિત રીતે ધમકીઓ મળી છે.ધમકીઓ આપનાપ વ્યક્તિએ આયશાનો ફોન નંબર મેળવીને તેને મેસેજ કર્યા હતા કે તે અને તેનો પતિ જલદી જેલમાં જશે.દસ દિવસમાં જ પોલિસ તેમને ઉપાડી જશે.
આ ધમકી પછી ફરહાને એમ પણ કહ્યું હતું કે મેસેજ કરનાર પાસે આયશાનો નંબર કેવી રીતે આવ્યો તે પણ એક તપાસનો વિષય છે.