મુંબઈ,
બોલિવૂડ સ્ટાર આયુષ્યમાન એવો અભિનેતા છે જે પોતાના પ્રશંસકોને કંઇક ખાસ આપતો હોય છે. આયુષ્યમાન ખુરાના એવો એક્ટરમાં સમાવેશ પામે છે જે હંમેશાં પોતાના પાત્રને તન્મયતાથી કરે છે તથા પોતાન પાત્ર સાથે પ્રયોગ કરીને ન્યાય કરે છે. આયુષ્યમાનની નવી ફિલ્મમાં ફરીથી એક વાર તેન નવો અવતારે જોવા મળ્યો છે.
હવે એ ખુલાસો થઇ રહ્યો છે કે આયુષ્યમાન નવી ફિલ્મમાં તે ક્યો રોલ ભજવી રહ્યો છે.
આયુષ્યમાન ખુરાના તેની નવી ફિલ્મ ડ્રીમ ગર્લ માટે કામ કરી રહ્યો છે. જેમાં તે સાવ અલગ જ રોલ કરતો નજરે ચઢશે. આ કોમેડી ડ્રામમાં આયુષ્યમાન રામલીલા મંડળીની સીતાનો રોલ કરે છે. ફિલ્મનું પોસ્ટર આયુષ્યમાને બે મહિના પહેલા લોન્ચ કર્યું હતું. ત્યારે એ ખબર નહોતી કે આયુષ્યમાન ફિલ્મમાં કયો રોલ કરી રહ્યો છે. જોકે હવે પોસ્ટરમાં જોવા મળ્યું છે કે આયુષ્યમાન ટી શર્ટ અને જીન્સમાં યલો તથા બ્લેક રંગની સાડી પહેરીને બાઇક પર બેઠેલો છે. અને તેણે માથે ઓઢીને પોઝ આપ્યો છે.
આયુષ્યમાને તાજેતરમાં જ પોતાના રોલ અંગે સ્પષ્ટતા કરી હતી કે ડ્રીમ ગર્લ ખૂબ જ અલગ અને મજેદાર ફિલ્મ છે. આ એવું પાત્ર છે જેમાં એક છોકરો રામલીલામાં સીતાનો રોલ કરી રહ્યો છે. આપણે દેશમાં ઘણા સ્થાનોએ જોયું છે કે રામલીલામાં યુવકો જ સીતા બને છે. ફિલ્મમાં મારી પાસે એવું ટેલેન્ટ છે જેમાં હું યુવક તથા યુવતી બંનેનો અવાજ કાઢી શકું છું.