મુંબઈ
આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબ્બુની જોડી પહેલી વાર ફિલ્મ ‘અંધાધૂન’માં નજરે પડશે. આ મૂવીનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સસ્પેંસ થ્રિલર ફિલ્મનું બે મિનીટનું ટ્રેલર ચોકાવનારું છે.
જુઓ ટ્રેલર..
ફિલ્મની વાર્તા ઘણા પ્રશ્નો સાથે શરૂ થાય છે અને જવાબો 5 ઓક્ટોબરના રોજ મળશે. કારણ કે 5 ઓક્ટોબરના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. ‘કહાની’, ‘દ્રશ્યમ’ અને ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મો બનાવનાર નિર્મતાઓએ આ મુવી બનાવી છે.
આ ફિલ્મ એક મ્યુઝીશિયનની સ્ટોરી છે જે જોઈ શકતા નથી. આ ફિલ્મ એજ મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે. રાધિકા આપ્ટે અને તબ્બુની ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગ જોવા મળી રહી છે. ટ્રેલરને જોતા, તેવું કહી શકાય કે ફિલ્મ આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોમાં શામેલ થઇ શકે છે.