મુંબઇ,
બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનિત ફિલ્મ બદલાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મ રીલીઝ થઈ તે પહેલા એવી આશા નહોતી કે આ ફિલ્મ આટલી કમાણી કરશે પરંતુ બદલા ફિલ્મમાં રહેલા સસ્પેન્સને દર્શકોએ પસંદ કર્યું છે. બે દિવસમાં ફિલ્મે કુલ 13. 25 કરોડની કમાણી કરી છે. પિંક તથા નોટ આઉટ 102 કરતા આ ફિલ્મે પ્રથમ દિવસે તેમજ બીજા દિવસે સારી કમાણી કરી છે.
રજૂઆતના દિવસે બદલા ફિલ્મે 5.04 કરોડ તો શનિવારે 8.25 કરોડની કમાણી કરી હતી. હજી રવિવારના આંકડા આવશે ત્યારે આ કલેક્શનમાં વધારો થઈ શકે છે. અને ફિલ્મ આખા અઠવાડિયા માં કેટલી કમાણી કરી શકે છે તે જોવું રહ્યું. ફિલ્મમાં વકીલ બનેલા અમિતાભ તાપસીની મદદ કરી રહ્યા છે. તાપસી પર આરોપ છે કે તેણે ખૂન કર્યુ છે. તાપસી નિર્દોશ સાબિત થવા વકીલની મદદ લે છે ત્યાર બાદ ફિલ્મમાં એવી ઘટનાઓ બને છે જે દર્શકોને છેવટ સુધી ફિલ્મ જોવા માટે જકડી રાખે છે.