મુંબઈ
ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”માં અમિતાભ બચ્ચનનો લૂક કેવો હશે તેને લઇને ઘણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી હતી. અમિતાભના લૂકના ઘણા ફોટા સામે આવ્યા છે. પરંતુ તેમને બનાવટી કહેવામાં આવ્યા હતા. પણ હવે અંતે ફિલ્મથી અમિતાભના લૂકને રિલીઝ કરવામાં આવ્યો છે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં બીગ બી ‘ખુદાબક્શ’ની ભૂમિકામાં નજરે પડશે. આ મુવી 8 નવેમ્બર 2018 ના રોજ રિલીઝ કરવામાં આવશે.
યશરાજ ફિલ્મ દ્વારા 25 સેકેન્ડનો એક વીડીયો રિલીઝ કરાયો છે. જેમાં અમિતાભ બચ્ચનના અભિનય વિશે જણાવ્યું છે. આપને જણાવીએ કે, તેઓનો અભિનય જોવામાં ખુબ જ ખતરનાક છે. આ લૂકમાં બીગ બી પાણીના એક જહાજ પર ઉભા છે. રિલીઝ થયેલ મોશન પોસ્ટરની શરૂઆત એક ઉડતા બાજ સાથે થાય છે. બીગ બી ખુદાબક્શના લૂકમાં હાથોમાં તલવાર પકડી અને સફેદ દાઢી-મૂંછમાં જોવા મળી રહ્યા છે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને હોલિવૂડ ફિલ્મ ‘પાઈરેટ્સ ઓફ કૈરિબિયન’નું ઇન્ડિયન વર્ઝન પણ માનવામાં આવી રહ્યું છે. જો કે ફિલ્મની સ્ટોરી શું છે તેને લઈને સત્તાવાર કોઈ માહિતી મળી નથી. આ ફિલ્મને એક પિરિયડ ડ્રામા કહેવામાં આવી રહી છે. જે એક્શન અને એડવેન્ચરથી ભરપૂર છે.
જણાવીએ કે ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણા આચાર્ય કરી રહ્યા છે. ફિલ્માં પહેલીવાર આમીર ખાન અને અમિતાભ બચ્ચનની જોડી જોવા મળશે. સાથે સાથે કેટરીના કૈફ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.